Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

ભાવનગરમાં વધુ એક કોરોના પોઝિટીવ કેસ:- કુલ પોઝિટીવ કેસ 7 થયા

કુલ 16 સેમ્પલના રીપોર્ટ આવ્યા જે પૈકી 15 દર્દીનો રીપોર્ટ નેગેટિવ

ભાવનગરમાં વધુ એક દર્દીનો કોરોના રીપોર્ટ પીઝિટિવ આવ્યો હોવાનું જિલ્લા વિકાસ અધિકારીએ મોદી સાંજે જણાવ્યું હતું.ભાવનગર શહેર વિસ્તારના 27 વર્ષીય યુવકનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ભાવનગરમાં દાખલ કરવામાં આવેલ દર્દીઓ પૈકી 1બપોરે 13 દર્દીઓનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ મોદી સાંજે વધુ 3 દર્દીના રીપોર્ટ આવ્યા હતા,જે પૈકી ભાવનગર શહેરના 27 વર્ષના યુવકનો રીપોર્ટ પીઝિટિવ આવ્યો હતો,જ્યારે અન્ય બે દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો.

જે દર્દીનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે તે જુના પોઝિટિવ કેસના સંપર્કમાં આવ્યો હોવાથી તેને કવોરેન્ટાઈન કરવામાં આવ્યા હોવાનું જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું.

ભાવનગરમાં આજે કુલ 16 સેમ્પલના રીપોર્ટ આવ્યા હતા ,જે પૈકી 15 દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે.આ સાથે ભાવનગરમાં પીઝિટિવ કેસની સંખ્યા 7 થઈ છે,જે પૈકી બે દર્દીના મોત નિપજયા છે

(10:11 pm IST)