Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

થાનમાં વિનામૂલ્યે રાશનનું અનાજ ઓછું અપાતા પુરવઠા દ્વારા તપાસ ચાલુ

વ્યકિત દીઠ ઘઉંના હિસાબ મુજબ ૧૫ કિલોના બદલે ૧૦ કિલો ૨૫ કિલોની સામે ૧૫ કિલો ૨૧ કિલોની સામે ૧૦ કિલો જ ઘઉં આપ્યાની કાર્ડ ધારકોની ફરિયાદ : ગ્રાહકોના નિવેદન બાદ પગલા લેવાશે

વઢવાણ તા. ૨ : વિશ્વ આખામા કોરોના નામનો વાયરસની બીમારી ચાલી રહી છે. ત્યારે લોકડાઉન દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સસ્તા અનાજની દુકાન દ્વારા મફત(ફ્રી)અનાજ આપવાની જાહેરાત કરેલી. તે જાહેરાતમા વ્યકિત દીઠ ઘઉં-૩.૫ કિલો, ચોખા વ્યકિત દીઠ- ૧.૫ કિલો, ખાંડ રેશનકાર્ડ દીઠ- ૧.૦ કિલો, મીઠુ રેશનકાર્ડ દીઠ- ૧.૦ કિલો તથા ચણાદાળ રેશનકાર્ડ દીઠ-૧ કિલો કરેલ હતી. આ જાહેરાતમા થાનગઢની સસ્તા અનાજનીઙ્ગ ભુપતભાઇ નંદલાલ શાહનીઙ્ગ દુકાને ભ્રસ્ટાચાર થવાની બાતમીના આધારે મંજુર વર્ગના લોકોની તપાસમા જેમ વાહાભાઈ ભરવાડ ને સરકાર તરફથી તેમને ઘઉં ૧૫ કિલો મળવા જોઇએઙ્ગતો તેમને માત્ર ૧૦ કિલો આપ્યા. ત્યારપછી ભોપાભાઇ ભરવાડને ૨૫ કિલો ઘઉં મળવા જોઈએ તો માત્ર ૧૫ કિલો જ આપ્યા રવિભાઈ ભરવાડ ને ૨૧ કિલો ઘઉં મળવા જોઈએ તો માત્ર ૧૦ કિલો આપ્યાની ફરિયાદો ઉઠી ત્યારે સમાજ કાર્ય કરો દ્વારા દુકાનની મુલાકાત લેતા તમામ ભ્રષ્ટાચાર હોય તેવું બહાર આવ્યુ હતું. તાત્કાલિક નાયબ મામલતદાર પુરવઠા તથા મામલતદાર દ્વારા ભુપતભાઇ નંદલાલ શાહ સામે કાયદેસરની કાર્યવાહી કરી ગ્રાહકના નિવેદન લઇ લીધા હતા. વધુ તપાસ બાદ આગળની કાર્યવાહી થશે તેમ મામલતદાર તરફથી જણાવાયું હતું.(

(1:15 pm IST)