Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

વઢવાણના દેદાદરાની મહિલાનો કોરોનાનો રિપોર્ટ આવે તે પહેલા મોત

મૃતદેહને અંતિમવિધિ માટે સ્મશાને લાવતા આજુબાજુના લોકો દ્વારા વિરોધ

વઢવાણ તા. ર : સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકાના દેદાદરા ગામની દેવીપૂજક મહિલાનો ''કોરાના''નો રિપોર્ટ આવે તે પહેલા મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ વઢવાણના દેદાદરા ગામની મહિલાને ''કોરોના''ના શંકાસ્પદ લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા ત્યાર બાદ તેના સેમ્પલોને પરિક્ષણ માટે મોકલવાયા હતા.

આ મહિલાનો લેબોરેટરીમાંથી રિપોર્ટ આવે તે પહેલા તેનુ મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

ત્યારે મહિલાના મૃતદેહને રાસાયણિક પ્રક્રિયા સાથે અંતિમ વિધી માટે સ્મશાનમાં લઇ જવામાં આવતા આજુબાજુના લોકો દ્વારા તેનો વિરોધ વ્યકત કરીને અંતિમવિધી માટે મૃતદેહ લાવવા દીધો ન હતો જેના કારણે હોબાળો થયો હતો.

 સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વહીવટીતંત્ર દ્વારા 144 કલમ લગાવી ને સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર શ્રી દ્વારા lockdown જીલ્લો કરવામાં આવ્યો છે એ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં 135 ની કલમ પણ લગાવવામાં આવી છે અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ખોટી રીતે સુરેન્દ્રનગર જિલ્લાની જનતા દ્યર બહાર ન નીકળે તે માટે પૂરતો બંદોબસ્ત પણ ગોઠવી આપવામાં આવ્યો છે અને સુરેન્દ્રનગરની જિલ્લાની જનતાએ પણ આ બાબતે સારો એવો પ્રતિસાદ આપ્યો છે..

ત્યારે તેના ભાગરૂપે હાલ સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. તે એક જિલ્લામાં સારી એવી બાબત છે અને આ બાબત પાછળ વહીવટી તંત્ર અને નગરપાલિકા અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ નો સારો એવો સહયોગ છે અને ખાસ કરીને વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાની જનતા એ પણ કોરોના થી બચવા માટે પોતાના દ્યરમાં બંધ રહીને lockdown સારૃંં એવું પાલન કર્યું છે.

(1:13 pm IST)