Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

ધોરાજીઃ મોટી મારડમાં ફુડ પેકેટનું વિતરણ

 ધોરાજી : કોરોનાની મહામારીના કારણે વર્તમાન સમયમાં વિપરીત પરિસ્થિતિને ધ્યાને લઇ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી શ્રી બીએપીએસ સ્વામી નારાયણ મંદિર, મોટી મારડ દ્વારા પાટણવાવ પોલીસ સ્ટેશનના પી. એસ. આઇ. શ્રી રાણા તેમજ સ્ટાફની દેખરેખ હેઠળ તથા મોટીમારડ ગામના સરપંચશ્રી તથા ગામના આગેવાનો તથા યુવકો દ્વારા જરૂરીયાત વાળા કુટુંબોને ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. (તસ્વીર : ધર્મેન્દ્ર બાબરીયા -ધોરાજી)

(11:36 am IST)