Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

મોરબીઃ ટીબી દર્દીઓને ન્યુટ્રીશીયન કીટ વિતરણ

મોરબી તા.ર : કોરોના લોકડાઉન વચ્ચે નેશનલ ટયુબરકયુલોસીસ એલીમેશન પ્રોગ્રામ સ્ટાફ દ્વારા મોરબી સીટી વિસ્તારમાં ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન કીટ ઉપરાંત ૧પ દિવસની ટીબીની દવા ઘરે ઘરે જઇને પહોંચાડવામાં આવી હતી. ટીબી સુપરવાઇઝર ગોસાઇ નીખીલ, ટીબી સુપરવાઇઝર પાટડીયા કલ્પેશ, એસટીએસ પરમાર અંકિત ડીપીસી જોશી પીયુશભાઇ, પીએમડબલ્યુ ધર્મેન્દ્રભાઇ વાઢેર સહિતની ટીમ દ્વારા ર૭ જરૂરિયાતમંદ દર્દીને ન્યુટ્રીશન કીટ અને ટીબી દવા ઘરેજઇને આપવામાં આવી હતી.

(10:18 am IST)