Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

ભગવાનભાઇ બારડના સુપ્રિમ કોર્ટના ચુકાદાને આવકારતું રાજુલા કોંગ્રેસ

 રાજુલા તા.રઃ સુપ્રિમ કોર્ટ દ્વારા તાલાલાના ધારાસભ્ય શ્રી ભગવાનભાઇ બારડને અધ્યક્ષ વિધાનસભા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

જે સંદર્ભે સુપ્રિમકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવેલ હોય. અંગે રાજુલા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો દ્વારા મો-મીઠા કરીને ફટાકડા ફોડીને સુપ્રિમ કોર્ટના ઓર્ડરને સૌએ વધારી લીધેલ હતો.

કોંગ્રેસ પ્રદેશ મંત્રી બાબુભાઇ રામ યુથ કોંગ્રેસના ઘનશ્યામ લાખણોત્રા, શહેર કોંગી પ્રમુખ અમિત જોષી, તાલુકા કોંગી પ્રમુખ દિપક જાલંધરા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લાડુમોર તથા ચેરમેન ભીખાભાઇ પીંજર સહિતના યુવાનો અને આગેવાનો દ્વારા ઉજવણી કરવામાં આવેલ હતી. આ અંગે બાબુભાઇ રામ દ્વારા એવું જણાવેલ  હતું કે, સત્ય પરેશાન થઇ શકે છે પરંતુ પરાજીત નહીં.

(1:58 pm IST)