Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

બોટાદના ખાંભડાના ગામનો શખ્સ દ્વારા ઇન્સ્ટાગ્રામ ઉપર અશ્લિલ ફોટા મોકલીને બ્લેકમેઇલીંગ

સુરત, તા. ર : સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં છ યુવતીઓએ અરજી કરી હતી. ઇન્સ્ટાગ્રામમાં આઇડી ધરાવતી યુવતીઓના ફોટા મેળવી તે ફોટામાં એડિટીંગ કરી અશ્લિલ ફોટો બનાવી દેવાતો હતો અને બાદમાં આ ફોટો જે તે યુવતીને મોકલી નગ્ન ફોટાની માંગણી થતી હતી. જે ફરીયાદના આધારે સાઇબર ક્રાઇમ પીએસઆઇ જે.બી. આહીર અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આ વિકૃત યુવકને પકડી પાડયો હતો.

જગદીશ પ્રકાશભાઇ મકવાણા (ઉ.વ.૩૦ રહે. ખાંભડા, બોટાદ)ની ધરપકડ કરાઇ છે. પીટીસીમાં અભ્યાસ કરતો જગદીશ ઇન્સ્ટાગ્રામ પર યુવતીઓના અલગ-અલગ આઇડી પરથી ફોટા લઇ લીધો હતો. આ ફોટા સાથે એડિટીંગ કહો કે મોર્ફિંગ કરી યુવતીના ઓરિજિનલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મોકલતો હતો. ત્યારબાદ તે યુવતીઓ પાસે અશ્લિેલ ફોટોગ્રાફસની માંગણી કરી બ્લેકમેલ કરતો હતો. પોલીસે તેનો મોબાઇલ ચેક કરતા ર૦૦થી વધુ યુવતિઓના અશ્લિલ ફોટા મળી આવ્યા હતાં. (૮.૧૧)

(12:49 pm IST)