Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

જામનગર ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજય મંત્રી હકુભાનું સન્માન

ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા છેલ્લા ૨૨ વર્ષથી વંચિત ભિક્ષુક, કચરો વીણતાં, બાળ મજુર, શાળા બહારના તેમજ સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને દત્તક લઈને 'હેપ્પી ચિલ્ડ્રન સેન્ટર' દ્વારા જામનગરના વિવિધ પછાત વિસ્તારોમાં ૩૬૫ દિવસ માટે ઉત્તમ શિક્ષણ, પૌષ્ટિક ખોરાક અને સર્વાંગી વિકાસ માટે અવિરત કાર્યરત છે. આ ઉપરાંત 'પ્રોટેકટ ગર્લ' અભિયાન દ્વારા ૧૦૦૦૦ વંચિત કિશોરીઓને દત્તક લઈને તેમને સુરક્ષિત કરવા માટેનું અભિનવ અભિયાન ચાલે છે. ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા યુવાઓ અને મહિલાઓ માટે પણ વિવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે. તાજેતરમાં  ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભાનો મંત્રી મંડળમાં સમાવેશ થતા તેમનું 'બુકે નહી પણ બુક' અભિયાન અંતર્ગત સુંદર મજાનું પુસ્તક આપી વિશિષ્ટ રીતે સન્માન કરવામાં આવ્યું, ઉપરાંત સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કાજલ પંડયા, પ્રમુખ નીલેશ ટોલિયા, ટ્રસ્ટી વિમલ અઘેરા તેમજ પ્રોજેકટ ડાયરેકટર હિતેશ પંડયા તથા સાથે સાથે સીમા અઘેરા અને આશા જોશી પણ જોડાઈને શાલ ઓઢાડીને પણ સન્માન કરવામાં આવેલ હતું જ. આ તકે હિતેશ પંડયા દ્વરા હકુભાએ કરેલ વિશિષ્ટ કામગીરીની વિગતે વાત કરી હતી. તેમજ નીલેશ ટોલિયા દ્વારા હકુભાના વિવિધ પ્રકારના સેવા કાર્યોનો વિસ્તારથી ઉલ્લેખ કરીને શિવ ભકત હકુભા હજુ અવિરત રીતે આગળ વધે તેવી શુભકામના વ્યકત કરવામાં આવેલ હતી. ૩૬૫ દિવસ ચાલતી વંચિત બાળકોની આ પ્રવૃત્તિ અને 'પ્રોટેકટ ગર્લ' અભિયાનને સહકાર આપવા માંગતા સજ્જન લોકોએ કાજલ પંડયા નો મો.૯૪૦૮૦૨૬૦૪૨ /૭૪૦૫૭૭૫૭૮૭ ઉપર સંપર્ક કરવો.

(12:41 pm IST)