Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

જેતપુરમાં વિદ્યાર્થીની સાથે અડપલા કરવાના કેસમાં સ્કુલ સંચાલકની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી

જેતપુર તા. ૨ : જેતપુર સ્પેસ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક અરવિંદભાઈ ની જામીન અરજી રદ કરતા જેતપુરના એડિશનલ ડિસ્ટ્રિકટ જજ શ્રી જયેશકુમારએ ઠક્કરે રદ્દ કરી હતી.

આ તબક્કે ઇન્ચાર્જ એડિશનલ પબ્લિક પ્રોસિકયુટર કાર્તિકભાઈ પારેખે જણાવ્યું હતું કે તપાસ કરનાર અધિકારી શ્રી વી કે પટેલ દ્વારા સાયન્ટિફિક એપ્રોચથી તપાસ કરવામાં આવી રહી છે. સદર શાળાના આચાર્ય શ્રી શુકલનું નિવેદન નોંધવામાં આવેલું છે અને શ્રી શુકલાએ પોતાના નિવેદનમાં એક જ ડીપીઆર હોવાનું જણાવેલું છે તે કબજે કરતા તેમાંથી કશો ડેટા મળી આવેલ નથી હમ આરોપી પુરાવાઓ સાથે ચેડા કરી રહ્યા છે તેનાથી વિશેષ આપણા દેશમાં  સ્ત્રી અને બાળકીઓ માંડ માંડ ભણતી થઈ છે આવા કિસ્સાઓ થી વાલીઓ બાળકને ભણવા પણ ન મોકલે અને કન્યા કેળવણીને પણ અસર પડે આવા સંજોગોને ધ્યાને લઇ અને પોકસો અધિનિયમ મુજબ કેસ નોંધાય ત્યારે જુડીશીયલ ઓફિસર તથા કોર્ટ ઓફિસર્સની પ્રાથમિક ફરજ બને છે કે ભોગ બનનારની ગરીમા જળવાઈ અને ઓળખ છતી ન થાય તે રીતે કાર્યવાહી કરવી જોઈએ હાલના કિસ્સામાં આરોપીને જામીન પર છોડવામાં આવે તો ભોગ બનનાર સારી રીતે અભ્યાસ પણ કરી શકે નહીં અને તેમની સાથેની બાળાઓ પણ સતત ભયના ઓથાર તળે જીવે આવા સંજોગોમાં આરોપીની જામીન અરજી રદ કરવા ભારપૂર્વક દલીલો કરી હતી.

ગઈ તારીખ ૨૦ માર્ચ ૨૦૧૯ ના હાલનો આ ગુનો ભારતીય દંડ સંહિતા કલમ ૩૫૪a તથા પોકસો અધિનયમ કલમ સાપ ૮ ૧૧ મુજબ નોંધાયેલો હતો અને આરોપીની ધરપકડ કરી ૨૧ માર્ચ ૨૦૧૯ થી પોલીસ કસ્ટડીમાં મુકવામાં આવેલા હતા ત્યારબાદ એડિશનલ સેશન્સ જજ શ્રી જયેશભાઈ એ ઠક્કર સમક્ષ જામીન અરજી મૂકવામાં આવેલી અને આરોપી પક્ષ થી એવી દલીલ કરવામાં આવેલી હતી કે હાલની આ ફરિયાદ રાજકીય રાગ-દ્વેષથી કરવામાં આવેલી છે ભોગ બનનાર બાળાની ફી અગાઉથી ભરપાઈ થઈ ગયેલી છે અને બનાવ તારીખ ૧૭ માર્ચના બનેલ હોવાનું જણાવવામાં આવે છે તે દિવસે રવિવાર હોવાથી આરોપી વિરુદ્ઘ કેસ બની રહ્યો નથી અને બંધારણના આર્ટિકલ ૨૧ પ્રમાણે સ્વતંત્રતા એ વ્યકિતનો અધિકાર છે તેમને જામીનમુકત કરવા જોઈએ ખોટી રીતે જામીન ન આપી અને જેલમાં રાખી શકાય નહીં.

તમામ સંજોગો અને કેસ પેપર્સ ધ્યાને લઈ અને એડિશનલ સેશન્સ જજ શ્રી જયેશકુમાર ઠક્કરે ચૂકાદો આપેલો હતો કે તપાસ એકદમ નાજુક તબક્કામાં છે આરોપી શાળા સંચાલક છે તે તપાસ ને ગેરમાર્ગે દોરે તેની શકયતા નકારી શકાય તેમ નથી અને આરોપીની જામીન અરજી રદ કરવી જોઈએ સાથે-સાથે સેશન્સ જજ શ્રી જયેશકુમાર ઠક્કર ડીસ્ટીક એજયુકેશન ઓફિસરને પણ તાકીદ કરી છે કે આવા બનાવ સંદર્ભે તેમણે નક્કર પગલા લેવા જોઈએ અને બાકીની માળાઓમાં અભ્યાસની રૂચિ જળવાઇ રહે તે માટે કામગીરી કરવી જોઈએ તે અંગે ડીસ્ટ્રીક એજયુકેશન ઓફિસરે કરેલ કાર્યવાહીનો રિપોર્ટ પણ મંગાવેલ છે અને તપાસ કરનાર અધિકારી શ્રી વી કે પટેલને સીસીટીવી કેમેરાના ફૂટેજ ફોરેન્સિક સાયન્સ અથવા તો યોગ્ય લેબોરેટરીમાં ખરાઈ માટે તજવીજ કરવા આદેશ ફરમાવેલ છે.

(12:35 pm IST)