Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

બગસરામાં ઈ.વી.એમ - વી.વી.પેટ.ની તાલીમ યોજાઈ

વિગત અનુસાર આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ મામલતદાર કચેરી બગસરા દ્વારા વિવિધ વિભાગના કર્મચારીઓની તબક્કાવાર ઈ.વી.એમ - વી.વી.પેટની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. મામલતદાર આઈ. એસ. તલાટના માર્ગદર્શન હેઠળ ચૂંટણી શાખા બગસરાના નાયબ મામલતદાર દ્વારા બગસરા તાલુકાના શિક્ષણ વિભાગ, પંચાયત વિભાગ, રેવન્યુ વિભાગ, પોસ્ટલ વિભાગ, બેન્કિંગ ક્ષેત્ર, હાઈ સ્કૂલ ના તમામ કર્મચારીઓ તથા નગરપાલિકા વિભાગ એમ તમામ કર્મચારીઓ નેઈ.વી.એમ - વી.વી.પેટ નું તબક્કા મુજબ નિદર્શન કરાવવામાં આવ્યું હતું. તેમજ તેની આગામી લોકસભા ચૂંટણી માં મુશ્કેલી ન રહે તે માટેઈ.વી.એમ - વી.વી.પેટકાર્યરીતિ બાબતે રહેલા તમામ પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો હતો.(

(11:50 am IST)