Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

મોટી પાનેલીમાં સર્જીકલ સ્ટ્રાઇકની કૃતિ

મોટી પાનેલીઃ ઉપલેટા તાલુકાના મોટી પાનેલીની શ્રી સરસ્વતી ધામ શાળાના વિદ્યાર્ર્થીઓએ સર્જીકલ સ્ટ્રાઇક દ્વારા તાજેતરમાં જ નાપાક આંતકવાદી દ્વારા થયેલ હુમલામાં શહીદ થયેલ સૈનિકોને શ્રદ્ઘાંજલિ અર્થે યોજેલ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ શાનદાર કૃતિ બનાવી શહીદ જવાનોનો બદલો લેવા સર્જીકલ સ્ટ્રાઇક કરી પાકિસ્તાનના ઘરમાં ઘુસી નાપાક આંતકવાદીઓને માર્યા હતા આ તકે વિદ્યાર્થીઓએ જીવ સટોસટના ખેલ કરી સૈનિકોની દાસ્તાં રજૂ કરી ઉપસ્થિત સર્વોને અચંબિત કરી દીધેલ. શહીદ સૈનિકોના પરિવારજનોની કરુણા જોઈને ઉપસ્થિત સર્વોની આંખ પણ ભીની થયેલ. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થયેલ શાનદાર કૃતિને નિહાળવા કેટલાક નિવૃત સૈનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ તમામ વિદ્યાર્થી સહીત શાળા પરિવારને ધન્યવાદ આપી બિરદાવ્યા હતા. બહોળી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ધન્યવાદ આપેલ. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ બહેનોએ ખુબજ જહેમત ઉઠાવી હતી. જેમનો શાળા સંચાલકશ્રીએ દિલથી આભાર વ્યકત કર્યો હતો. સાથે જ હિરેન સોઢા, વિજય પરમાર, આસિફ મેર, યસ મજેઠીયા, પ્રફુલ ફિનડોરીયા, ભાવેશ તન્ના, ડી કે કલોલા, પૂંજો હુણ, હિતેશ દરજી, જીગ્નેશ દાવડા, ભગીરથસિંહ જાડેજા... વગેરે મિત્રોએ તમામ તૈયારીમાં મદદરૂપ થયા હતા.(તસ્વીર.અહેવાલઃ અતુલ ચગ.મોટી પાનેલી)

(11:34 am IST)