Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

મેંદરડા પાસે ૧૭ કરોડના ખર્ચે નિર્માણ થયેલ માર્કેટીંગ યાર્ડનું લોકાર્પણ

મેંદરડા તા.ર : સંતો મહંતોના હસ્તે આલીધ્રા રોડ પર બનેલ ૧૭ કરોડના ખર્ચે ૮૫ દુકાનો ૪ રોડ સાથે ૧૨ વિઘામાં માર્કેટીંગ યાર્ડનું લોકાર્પણ કરવામાં આવ્યુ. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા તેમજ જૂનાગઢ ગોંડલ રાજકોટ યાર્ડના મોટા વેપારીઓ પણ જોડાયા. મેંદરડા યાર્ડમાં પ્રથમ મગની બોલી ૩૫૦૦ રૂા. બોલાઇ હતી. ચણામાં રૂા.૮૨૫ મગફળી રૂા.૯૩૦ સુધી વેચાણી. ધાણા ૧૨૫૦ જેવા ઉંચા ભાવે કઠોળ માલ વેચાત ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી હતી.

તમામ ખેડૂતોએ દ્રઢ નિર્ધાર કર્યો કે યાર્ડમાં માલ આપવો તેમજ બહારથી આવેલ સૌરાષ્ટ્રના મોટા વેપારીઓએ પણ મેંદરડા યાર્ડની વગર કમિશન સિસ્ટમ ઉભી થતા મેંદરડા માર્કેટ માંથી ખરીદી કરવાની ઇચ્છા વ્યકત કરી પ્રથમ દિવસે ચણામાં ૧૦૦૦ ગણી આવક જોવા મળી. ધાણામાં ૭૦૦ આવક જેવી તમામ આઇટમમાં મોટી આવક જોવા મળી હતી.

(11:49 am IST)