Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

જસદણમાં મહિલાઓએ પાલિકા કચેરી ગજવી મુકી

જસદણ, તા. ૨ :. જસદણમાં સોમવારે સાંજે વોર્ડ નંબર ૭ ના ભાજપના નગરસેવિકા મંજુલાબેન નિતીનભાઈ ચોહલીયાની આગેવાની હેઠળ... પાણીનો ઝોન અલગ પાડવા અને દર પાંચમાં દિવસે નિયમિત અને શુદ્ધ પુરતુ પાણી આપવા બિલેશ્વરનગરની મહિલાઓએ વિવિધ માંગોને લઈ પાલિકા કચેરી ગજવી મુકી હતી.

દરમિયાન ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાએ દરેક મહિલાઓની વાતો સાંભળી કર્મચારી માનસીંગભાઈ ધાધલને પાણીનો એક ટાંકો વિતરણ કરવા સૂચના આપી હતી અને મહિલાઓની માંગણીને પુરતુ પ્રાધાન્ય અપાશે એવી ખાત્રી આપતા મામલો થાળે પડયો હતો.

(11:31 am IST)