Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

ગોંડલનો નવ વર્ષનો ગુમ થયેલ બાળક સુરતથી હેમખેમ મળ્યો

હનુમાન જયંતીના દિવસે પ્રસાદ લેવા જવાનું કહીને ગયેલ બાળક ગુમ થઇ જતા પરિવાર ચિંતાતુર બન્યો હતો

 

ગોંડલ : ગોંડલ: ગોંડલમાં નવ વર્ષનો ગુમ થયેલ બાળક સુરતથી હેમખેમ મળી આવ્યો છે ગોંડલમાં કડિયાકામ કરતા પરિવારનો નવ વર્ષનો દિકરો હનુમાન જયંતીના દિવસે પ્રસાદ લેવા જવાનું કહીને બાદમાં ગુમ થઇ જતા પરિવાર ચિંતાતુર બન્યો હતો. બાળક ગુમ થતા શોધખોળ આદરી હતી અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે પણ બાળકની તપાસ ચલાવી હતી. જોકે બાળક સુરતથી હેમખેમ મળી આવતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

   અનેગની વિગત મુજબ ગોંડલના આવાસ યોજના ક્વાર્ટરના રહેવાસી અનિલભાઈ સખીયા કડિયા કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હોય જે શ્રમિક પરિવારનો નવ વર્ષનો પુત્ર અક્ષર સ્વામી સ્કૂલમાં ધોરણ માં અભ્યાસ કરે છે જે બાળક શનિવારે સાંજે શાળાએથી પરત ફર્યા બાદ પોતે હનુમાનજી મંદિરે પ્રસાદ લેવા જાય છે કહીને ઘરેથી નીકળ્યો હતો જોકે મોડી રાત સુધી ઘરે આવતાં પરિવારજનોએ તેની શોધખોળ આદરી પોલીસને જાણ કરી હતી દરમિયાન વહેલી સવારે સુરત રેલવે પોલીસના હાથે મયુર આવી જતા પોલીસે તેને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

બાળક હેમખેમ પરત મળી આવ્યા બાદ પિતાએ જણાવ્યું હતું કે મયુરે માત્ર ઘરે પ્રસાદી લેવા જવાનું જણાવ્યું હતું બાદમાં તેને સુરત રહેતા ફૈબાના ઘરે જવાનું ખૂબ ઇચ્છા હોય ગોંડલથી રાજકોટ અને ત્યાંથી સુરતની ટ્રેનમાં બેસી ગયો હતો અને વહેલી સવારે સુરત પોલીસને હાથ આવી જતા પરિવાર સાથે મિલન થયું છે અને પુત્ર હેમખેમ પરત આવી ગયો હોય જેથી પરિવારે પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

(11:58 pm IST)