Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

જેતપુર મહદઅંશે બંધઃ દલિત સમાજ દ્વારા આવેદન

(કેતન ઓઝા દ્વારા)જેતપુર,તા.૨: સુપ્રીમ કોર્ટ દ્વારા એસ્ટ્રોસીટી અંગે ચુકાદો આપતા દલીત સમાજને અન્યાય થતો હોવાની રાવ સાથે મોદી સરકારને ભીડવવા આજરોજ ભારતબંધનું એલાન દલીત સમાજ દ્વારા આપવામાં આવેલ જેના પગલે શહેરમાં પણ સવારથી જ ૫૦ ટકા જેટલી દુકાનો બંધ રહેલ અન્ય વેપારીઓએ  પોતાની દુકાન અર્ધ ખુલ્લી રાખેલ જયારે દલીત સમાજના  આગેવાનોએ  તમામને બંધ રાખવા અપીલ કરતા વેપારીઓએ દુકાનો બંધ રાખેલ.

પોલીસે શહેરમાં કોઇપણ પ્રકારનો માહોલ ન બગડે અને શાંતિ જળવાઇ રહે તે માટે ચુસ્ત બંધોબસ્ત ગોઠવી દીધેલ છે. શહેર મુખ્ય ચોક તેમજ એસ.ટી. બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળોએ પણ પોલીસ તૈનાત કરી દીધેલ છે.

હાલ માહોલ એકદમ શાંત હોય એસ.ટી. બસની તમામ સેવાઓ ચાલુ રાખવામાં આવેલ છે. છતાં જો કોઇ આદેશ આવશે તો બંધ કરી દેવામાં આવશે  તેવું જણાવેલ દલીત સમાજ અગ્રણી જીતેન્દ્રભાઇ પારઘી એ જણાવેલ કે અમો તમામને અપીલ કરી દુકાનો બંધ રાખવા જણાવેલ જેથી તમામ લોકોએ સાથ- સહકાર આપ્યો છે. એસ્ટ્રોસીટી અંગે સુપ્રીમ કોર્ટ જે ચુકાદો આપી અમારા સમાજને અન્યાય કર્યો છે અંગે આજ રોજ શાંતિપૂર્ણ આવેદન પત્ર પાઠવશે.

(3:49 pm IST)