Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

મત્સ્યોદ્યોગના બજેટમાં વધારો કરવા વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવા અર્જુનભાઇ મોઢવાડિયાની માંગણી

બંદરકાંઠે બોર રાખવાની પુરતી સુવિધા નહીં : ડીઝલ સબસીડીમાં ઘટાડો : કેગના અહેવાલમાં સરકારની ઝાટકણી

પોરબંદર, તા. ર :  વિધાનસભાના બજેટ સત્રમાં ભારતના કન્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓઇ ઇન્ડીયા કેગના અહેવાલમાં રાજયના દરિયા કાંઠા અને માચ્છીમારોના ક્ષેત્રના વિકાસ, નવા બંદરો બાંધવા, ડિઝલ, કેશોશીન જીપીએસને નાની હોડી ઓમાં યાંત્રિકરણની સબસીડી ચુકવવામાં રાજય સરકારની કરવામાં આવેલી ટીકાઓ બાબતે ભાજપ સરકારની આકરી  ઝાટકણી કાઢતા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર રાજયના મચ્છીમારો તથા દરીયા કાંઠાની પ્રજાની માફી માંગ્ીને પુરતી નાણાકીય જોગવાઇ કરે નવેસરથી વિધાનસભા બોલાવીને બજેટમાં વધારો કરે. તેમણે જણાવ્યું હતુ઼ કે ઓડીટ અહેવાલમાં મત્સય ઉદ્યોગ વિભાગની ર૦૧ર થી ર૦૧૭ સુધીની ૧ર મી પંચવર્ષિય યોજના દરમ્યાન થયેલ કામગીરીની ઝાટકણી કાઢતા ઓડીટ અહેવાલમાં નોંધાવામાં આવ્યું છે. કે ગુજરાત દેશના કુલ મત્સયઉત્પાદનમાં આશરે ૭ લાખ ટન એટલે કે ર૦ ટકા જેટલો હિસ્સો ધરાવતો હોવા છતાં પ વર્ષ દરમયન યોજનાકીય ખર્ચ માટે કુલ રૂપિયા ૭૧૮ કરોડનુ બજેટ ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ વાસ્તવિક ખર્ચ માત્ર રૂપિયા ૩૮૩.૩૪ કરોડ જ કરવામાં આવ્યો હતો.

 

કેન્દ્ર સરકાર તરફથી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાઓ માટે રૂપિયા ૧૭.ર૦ કરોડ તથા રાષ્ટ્રીય મત્સયક્ષેત્ર વિકાસ બોર્ડ તરફથી રૂપિયા ૧૭.ર૦ કરોડ અને રર.૩૪ કરોડ મળી કુલ રૂ. ૩૯.પ૪ કરોડમાંથી માત્ર રૂ. ૧૬.૭પ કરોડના ખર્ચ કરી શકાયો હતો.

અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતના ૧૬૦૦ કી.મી. લાંબા દરિયા કિનારામાં ૧૦પ૮ માચ્છીમારોના ગામો છે અને પ.પ૯ લાખ માચ્છીમાર કુટુંબો વસવાટ કરે છે. તેમાંથી ર.૧૮ લાખ સક્રિય માછીમારો પાસે ૩૪,૮૪૮ નાની મોટી બોટ છે. આ બોટ માટે દરીયા કાંઠે ૧૮ ફીશલેન્ડીંગ અને ૩ ફીશીંગ ર્મીનલ બંદો ઉપલબ્ધ છે. આ બધા જ બંદરો ૧૯૯૦ પહેલા બાંધેલા છે. ર૦૧ર  પહેલા પોરબંદર અને વેરાવળ ફીશીંગ ટર્મીનલની ક્ષમતા વધારવા તથા પ ફીશીંગ લેન્ડીંગ બંદર બાંધવાનું નક્કી કરવામાં આવ્યું હોવા છતાં રાજય સરકારે ર૦૧ર થી ર૦૧૭ સુધીમાં આ બંદબોને વિકસાવવા કે નવા બંદરો બાંધવામાં નિષ્ફળ ગઇ હતી. અહેવાલમાં નોંધ્યું છે કે વેરાવળ, માંગરોળ અને પોરબંદરમાં ૧૦૦૪૮ ઉપલબ્ધ બોટની સામે લાંગરવાની ક્ષમતા માત્ર ૧પ૩૦ બોટની જ છે. (૯.૧ર)

 

(1:12 pm IST)