Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

ઉપલેટામાં વધતી રોમીયોગીરી - લુખ્ખાગીરીના

પ્રશ્નની પોલીસ લોકદરબારમાં રજૂઆત

ઉપલેટા તા. ૨ : પોલીસ સ્ટેશન ખાતે જેતપુર વિભાગીય પોલીસ અધિકારી ઝેડ.આર.દેસાઇના અધ્યક્ષસ્થાને મળેલ લોકદરબારમાં ઉપસ્થિત આગેવાનો અને પત્રકારો દ્વારા શહેરમાં રોમીયોગીરી, લુખ્ખાગીરી અને દાદાગીરીના બનાવો સહિત અસામાજીક પ્રવૃત્તિઓ ફુલી ફાલી છે અને તેના માટે સીસીટીવી કેમેરા અને પોલીસનો બંદોબસ્ત વધારવા સહિતની આગેવાનોએ રજુઆત કરેલ. 

તાજેતરમાં નવા આવેલા પી.આઇ. એ.બી.પટેલ આવા તત્વોને ભરી પીવાની ખાત્રી આપતા જણાવેલ કે, શહેરના નિર્દોષ લોકોને રંજાડતા કે રોમીયોગીરી આચરતા તત્વોને છોડવામાં નહી આવે અને લોકોએ આવા તત્વો અંગે નિર્ભયતાથી ફરિયાદ કે રજૂઆત કરવા જણાવેલ હતું.(૨૧.૪)

(12:24 pm IST)