Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

રાજકોટ તાલુકાના હડમતિયા ગોલીડામાં વિષ્ણુ મહાયજ્ઞઃ બુધવારથી રામ પારાયણ

વાસંગીદાદાના સાનિધ્યમાં ઉત્સવ : કથાના વકતા નિરંજની ઘનશ્યામદાસબાપુ

રાજકોટ તા. ૨ :. ત્રંબા કસ્તુરબાધામ નજીક આવેેલા હડમતિયા ગોલીડા ગામમાં શ્રી વાસંગીદાદાના સાનિધ્યમાં તા.૧ તથી ૩ એપ્રીલ ત્રિદિવસીય ૧૦૮ કુ઼ડ વિષ્ણુ મહાયજ્ઞ યોજાયેલ છેે. જેમાં દરરોજ ૧૦૮ દંપતિ ભાગ લઇ રહ્યા છે. સંતો-મહંતોના આશીર્વાદ મળી રહ્યા છે. યજ્ઞના આચાર્ય પદે રાણપુર નવાગામવાળા  રાજુભાઇ રાવલ છે.ગામમાં લાલજીભાઇ સોજીત્રાની વાડીમાં તા. ૪ થી ૧૨ એપ્રીલ શ્રી રામચરિત માનસ નવાહ પારાયણ જ્ઞાનયજ્ઞ યોજાયેલ છે. જેના વ્યાસાસને રાજકોટવાળા પ્રખર વકતા શ્રી નિરંજની ઘનશ્યામદાસબાપુ બિરાજી કથાનું રસપાન કરાવશે. કથાનો સમય દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ વાગ્યા સુધીનો છે. બુધવારે પ્રથમ દિવસે બપોરે ૩.૩૦ વાગ્યે પોથીયાત્રા નીકળશે. તા. ૬ ના નંદોત્સવ ઉજવાશે. તા૧૨મીએ સાંજે ૪ વાગ્યે પૂર્ણાહુતિ થશે. તા. ૬ અને ૧૦ મીએ  રાત્રે ૯ વાગ્યેલોકડાયરો તથા, તા. ૮ મીએ રાત્રે ૯ વાગ્યે નાટયકથા(આખ્યાન) રાખેલ છે. સર્વેને કથા શ્રવણ અને અન્ય કાર્યક્રમોનો લાભ લેવા આયોજકોએ જાહેર નિમંત્રંણ આપેલ છે. (૨-૩)

(12:22 pm IST)