Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

ભાજપવાળાને ચુંટણી ટાણે આંબેડકર, રામમંદિર, ખેડુતો યાદ આવે અને જયાં ચૂંટણી પૂરી થાય ત્યાં પોત પ્રકાશે તું કોણ અને હું કોણ

ઉપલેટા તાલુકાના પંચાયત પ્રમુખ લાખાભાઇ ડાંગરનો રોષ

ઉપલેટા તા. ર : જીલ્લા આહીર આગેવાન અને ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઇ ડાંગરે ભારે રોષ સાથે એક નિવેદનમાં જણાવેલ છે કે ભાજપના નેતાઓ, ચુંટણી ટાણે એટલા બધા વચનો આપી દયે છે કે એમને પણ યાદ નથી રહેતું કે કેટલા વચનો આપેલ છે તેમના આવા ઠાલા વચનોથી દેશની સિધ્ધી સાદી જનતા ભોળવાય જાય છે. અને આપેલા વચનો પુરા કરતા નથી અને પછી જનતા મુંજાય છે ગત વિધાનસભાની ચૂંટીમાંં ગુજરાત ખાનગી શિક્ષણ સંસ્થાઓએ બેફામ વધારેલ ફી બાબતે ચુંટણી સભામાંભાજપના નેતાઓએ એવી શખ્તાઇ બતાવી કે પ્રજાને એમ કે હવે ખાનગી શિક્ષણ સંસ્થાઓને તાળા મારવાનો વખત આવશે અને ચુંટણી પુરી થઇ મંત્રી મંડળ રચાયુ ગયું એટલે પાછા ત્યાના ત્યાં અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એમ કહ્યું કે હવે તમે જે કોઇ ખાનગી શાળા કોલેજ કહે તેટલી ફી ભરી દયો કહીને પાણીમાં બેસી ગયા કારણ કે ખાનગી શિક્ષણ સંસ્થાઓના કહેવાતા કેળવણીકાર માફીયાઓમાં મોટાભાગના ભાજપના આગેવાનો કે તેમના મળતીયાઓ જ છ.ે અંતમાંં લાખાભાઇએ જણાવેલ કે જયારે જયારે કેન્દ્ર રાજયની ચુંટણીઓ આવે ત્યારે ભાજપના નેતાઓને આંબેડકર અને દલીતો યાદ આવે ખેડુતો યાદ આવે, સૌની યોજનાના ખોટા આડંબરો કરી ઉધ્ધાર ન કરવામાં આવે સરદાર પટેલ યાદ આવે ગાંધીજી યાદ આવે ગરરીબી યાદ આવે મહિલાઓયાદ આવે અને ચુંટણી ઢંઢેરામાં એટલા બધા વચનો આપી દયે કે તેમને યાદ પણ ન રહે કે આપણે કેટલા વચનો આપ્યા અને જયાં ચુંટણી પુરી થાય એટલે દલીતો ઉપર આત્યાચારનો સીલસીલો રાબેતા મુજબ શરૂ થઇ જાય રામમંદિર એકબાજુ ખેડુતો ગરીબો એકબાજુ ગામડામાં પીવાના પાણીની મોકાણ શરૂ થઇ જાય સિંચાઇના પાણી બંધ કરી દયે વિજળીમાં કાપ મુકી દયે તેમને પાંચ વર્ષનો પરવાનો મળી જાય એટલે બેફામ ભ્રષ્ટાચાર આચરવા માટે કૌભાંડો ઉપર કૌભાંડો શરૂ કરી દયે અને ફરી પાછા કોઇ ચૂંટણી આવે એટલે ભીખારીની જેમ પ્રજા પાસે હાથ જોડી મતની ભીખ માગી ખોટા વચનોની વણજાર શરૂ કરી દયે અને પ્રજા ફરીથી તેમના વચનોમાં ભોળવાય જાય છે. ત્યારે પ્રજાએ આવા નાટકીયાઓ સામે જાગૃત થવુ પડશે. તેવું અંતમાં જણાવેલ છે.(૬.૧૪)

(12:17 pm IST)