Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

જામજોધપુરના ઈશ્વરીયા ગામે જુગાર રમતા ૮ ઝડપાયા

જામજોધપુર ઈન્સ. જે.એ. ભગોરાને હકીકત મળેલ હોય કે ઈશ્વરીયા ગામે રહેતા ભીખાભાઈ પુંજાભાઈ ગાંગલીયા તથા ખીમજીભાઈ નરશીભાઈ પુરોહીત રહે. જામનગરવાળા ભીખાભાઈની કબ્જા ભોગવટાની ઈશ્વરીયા ગામની સીમમા આવેલ વાડીના મકાનમાં બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા માટે નાલના પૈસા ઉઘરાવી ગંજીપત્તાના પાના વડે ત્રણ પાનાનો રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરે છે. જેથી રેઈડ કરતા (૧) ખીમજીભાઈ નરશીભાઈ પુરોહીત રહે. મેહુલનગર એમ્યુઝમેન્ટ પાર્ક પૂશજા રેસીડન્સી બ્લોક નં. ૨૦૨ જામનગર (૨) ભીમશીભાઈ રાણાભાઈ મારીયા રહે. નાંદુરીગામ તા. લાલપુર (૩) દિલીપભાઈ ધરણાંતભાઈ ડુવા રહે. ગોકુલનગર રામનગર શેરી નં. ૭-જય અભ્યાય કૃપા જામનગર (૪) ભરતભાઈ કેશુભાઈ ડાંગર રહે. હોથીજી ખડબા તા. જામજોધપુર (૫) બશીરભાઈ બ્રાહુદીનભાઈ પીંજારા રહે. લાલપુર ગાંધી ચોક (૬) કાનાભાઈ જેઠાભાઈ વસરા રહે. ગોકુલનગર શેરી નં. ૬ પાણખાણ (૭) હંસાબેન જીતેન્દ્રભાઈ બચુભાઈ હીંગોરીયા રહે. સત્યમ કોલોની પરિવાર એપાર્ટમેન્ટ બ્લોક નં. -ડી રૂમ નં. ૧૦૨ જામનગર તથા (૮) શાંતાબેન પરસોતમભાઈ શેઠીયા રહે. જામનગર જોલી બંગલા શીવશકિત બેકરી પાસે તથા (૯) પકડવાના બાકી ભીખાભાઈ પુંજાભાઈ ગાંગલીયા રહે. ઈશ્વરીયાવાળાઓ ઈસમને રોકડા રૂ. ૨૯૮૫૦ તથા ગંજીપત્તાના પાના તથા ફોરવ્હીલ મોટરકાર નંગ-૨ મળી કુલ રૂ. ૮૨૯૮૫૦ના મુદામાલ સાથે ઝડપી પાડી સબ ઈન્સ. જે.ડી. પરમારે રીપોર્ટ આપેલ છે. આ કાર્યવાહી એ.એસ.આઈ. એમ.એલ. જાડેજા તથા કોન્સ. એન.કે. ઝાલા તથા પો. હેડ કોન્સ. એ.બી. જાડેજા તથા પો. કોન્સ. અર્જુનસિંહ જાડેજા તથા પો. કોન્સ. ખીમજીભાઈ ડાંગર તથા વુમન પો.કો. ગીતાબેન બારીયા વિગેરેનાઓએ કરેલ છે(૨-૮)

(12:16 pm IST)