Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

પોરબંદરમાં માછીમારોના પ્રશ્ને આંદોલનના મંડાણઃ બપોરે સ્કુટર રેલી

સરકારની નીતિથી મૃતઃ પાય તરફ ધકેલાતો મત્સ્યોદ્યોગઃ કેરોસીન-ડીઝલ સબસીડી વેટ રીફંડ સહિત ગંભીર પ્રશ્નો : બોટ માલિકો માછીમારો દ્વારા કલેકટરને આવેદન પત્રઃ જરૂર પડયે ઉગ્ર આંદોલનઃ આંદોલનાત્મક કાર્યક્રમો ઘડી કાઢવા ખાસ બેઠક મળી

પોરબંદર તા.૨: માછીમારની ડીઝલ સબસીડીમાં કાપ વેટ રીફંડ સહીત ગંભીર પ્રશ્ને માછીમાર એસોસિએશન દ્રારા ખાસ બેઠકમાં નિર્ણય મુજબ આંદોલનના ં મંડાણ કરવામાં આવ્યું છે. બપોરે સ્કુટર રેલીનું આયોજન કરેલ છે.

 

માછીમારોનાં ગંભીર પ્રશ્ને રાજય સરકારશ્રીની ઉદાસીનતા ના લીધે ગુજરાતનાં માચ્છીમારો છેલ્લા ઘણા વર્ષોથી પરેશાન થઇ રહયાં છે. આ પ્રશ્નો ઉકેલવા વારંવાર સરકારશ્રીમાં અખિલ ગુજરાત માચ્છીમાર મહામંડળ તેમજ પોરબંદર માચ્છીમાર બોટ એેસોસીએશન દ્રારા અનેક વખત રજુઆતો કરવા છતાં કોઇ ઉકેલ ન આવતા ગુજરાતના બંદરો ઉપર માચ્છીમારોની મીટીંગ દ્રારા ચર્ચા વિચારણા કરી આ પ્રશ્ન બાબતે સરકારશ્રી સામે વિવિધ કાર્યક્રમો યોજવા આયોજનનાં ભાગ રુપે પોરબંદર ફિશરીઝ ટર્મીનલ ખાતે પણ એક વિશાળ મીટીંગનું આયોજન કરવામાં આવેલ જેમાં માચ્છીમારી બોટને આપવામાં આવતા ડીઝલ વેટ રીફંડ બાબતે સરકારશ્રી દ્રારા જુની નિતિમાં ફેર બદલ કરી નવી નિતિ દાખલ કરી એક પીરવારનાં એક જ વ્યકિતને વાર્ષિક ૧૧,૦૦૦ લીટર સુધીની મર્યાદામાં એક બોટ માલિકને  ફરજીયાત બાંહેધરી પત્રક ભર્યા  બાદ રુ.૧.૧૪ ની મર્યાદામાં વેટ રીફંડ ચુકવવાની નિતિનો વિરોધ કરવામાં આવેલ છે. તેમજ નાની પીલાણી હોડીઓને ફિશીંગ માટે આપવામાં આવતા કેરોસીન વિતરણ નિતિમાં પણ ફેર બદલ કરી કેરોસીન વિક્રેતાઓ પાસેથી લેવાનાં બદલે ફરજીયાત જી.એફ.સી.સી. એ નાં ડીઝલ પંપ ઉપરથી જ ખરીદી કરવા અને કેરોસીન ખરીદીનાં બીલો ફિશરીઝ વિભાગમાં જમા કરાવ્યા બાદ જ સહાય ચુકવવાનાં મત્સ્યોધોગ વિભાગનાં નવા નિયમ  સામેઉગ રોષ આજની મીટીંગમાં માચ્છીમારોએ વ્યકત કરેલ હતો.

ઓઇલ કંપનીઓ સાથેના જી.એફ.સી.સી.એ તેમજ સહકારી મંડળીઓનાં વર્ષ ૨૦૧૭ માં થયેલ કરાર મુજબ જી.એફ.સીએ/સહકારી મંડળીઓમાંથી ખરીદવામાં આવતા ડીઝલ ઉપર લીટર રુ.૨.૨૮ પૈસાની રાહત ડીઝલ ખરીદી વખતે થયેલ કરારનાં સરકારી ભંગ કરી માચ્છીમારોનાં હકનાં અંદાજે ૪૦ થી ૫૦ કરોડની જી.એફ.સી.સી.એ માં જમા થયેલ રકમ હડપ કરી જવા માંગે છે. તે માચ્છીમારોને ચુકવવા અને ડીઝલ ખરીદતી વખતે જે રુ.૨.૨૮ ની સીધી રાહા પંપ ઉપરથી આપવા માંગણી કરવામાં આવેલ છે.

આ બાબતે સરકારશ્રીને ચેતવવા માચ્છીમારોનાં ગંભીર પ્રશ્નો તાત્કાલીક ઉકેલવા માચ્છીમારોની વિશાળ સ્કુટર રેલી દ્રારા કલેકટરશ્રી પોરબંદરને આવેદન પત્ર આપવા આયજન ભાગ રુપે તા. ૦૨ ને સોમવાર નાંરોજ બપોરે ૪:૦૦ કલાકે ખારવા પંચાયત મંદિર ખારવાવાડ  ખાતેથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મોટી સંખ્યામાં માચ્છીમાર બોટ/પીલાાણા માલિકોને જોડાવવામાં જાણ કરવામાં આવે છે.

મીટીંગમાં પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિનાં પ્રમુખ સુનિલભાઇ ગોહેલ, ઉપ પ્રમુખ અશ્વિનભાઇ જુંગી તેમજ પંચ પટેલ, ટ્રસ્ટીઓ, નવીબંદર ખારવા જ્ઞાતિનાં પ્રમુખ મોહનભાઇ ભુતીયા તેમજ પંચ આગેવાનો, પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશન પ્રમુખ ભરતભાઇ મોદી, ઉપપ્રમુખ બાબુભાઇ ગોસીયા તેમજ કમીટી સભ્યશ્રીઓ, પીલાણા એસોસીએશન પ્રમુખ ભાસ્કરભાઇ પાંજરી તેમજ કમીટી સભ્યશ્રીઓ, સપ્લાર્યસ એસોસીએશન પ્રમુખ બાબુભાઇ મચ્છવારા તેમજ કમીટી સભ્યશ્રીઓ તેમજ ખારવા જ્ઞાતિનાં આગેવાનો તેમજ વિશાળ સંખ્યામાં બોટ/પીલાણા માલિકો હાજર રહેલ હતા.(૧.૪)

(12:14 pm IST)