Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

ભાવનગર એલસીબી દ્વારા પ્રોહીબીશનનો નાસતો ફરતો આરોપી અશોકભાઈ ઢીલાને ઝડપી લેવાયો

ભાવનગર એલસીબીએ પ્રોહીબીશનના ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચના સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ભાવનગર કાળાનાળા જૈન મંદિર પાસેથી આવતા પો.કો. વિઠ્ઠલભાઇ બારૈયા તથા રાજેન્દ્રસિંહ સરવૈયા ને સયુકત બાતમીરાહે હકિકત મળેલ કે, વાપી ટાઉન પો.સ્ટે.પ્રોહી ગુન્હાનાં કામે નાસતો-ફરતો આરોપી અશોકભાઇ રાઘવભાલ ઢીલા (રહે. પ્લોટ નં-૭૮ માઘવાનંદ સોસાયટી ભાવનગર )ઉભો છે. જે હકિકત આઘારે મજકુર ઇસમને પકડી લઇ તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન સોપી આપવામાં આવેલ.

(12:05 am IST)