Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

કેન્‍દ્રિય બજેટથી દેશના અર્થતંત્રને બુસ્‍ટર ડોઝઃ પ્રદિપભાઇ ખીમાણી

બજેટને આવકારતા જુનાગઢના શિક્ષણવિદ, અર્થશાસ્‍ત્રી અને સેન્‍ટ્રલ બેન્‍ક ઓફ ઇન્‍ડિયાના નેશનલ ડાયરેકટર

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨: દેશના સામાન્‍ય બજેટને આવકારતા શિક્ષણવીદ, અર્થશાસ્‍ત્રી તથા સેન્‍ટ્રલ બેંક ઓફ ઇન્‍ડિયાના નેશનલ ડાયરેકટર પ્રદિપભાઇ ખીમાણીએ જણાવ્‍યુ છે કે દેશની આઝાદી બાદ સાતમી વખત દેશના નાણામંત્રીએ ૧લી ફેબ્રુઆરોના રોજ દેશની સંસદમાં સવારે ૧૧ વાગ્‍યે બજેટ રજૂ કર્યુ છે. દેશના ઈતિહાસમા ત્રીજી વખત પેપરલેસ બજેટ રજુ કરવામાં આવ્‍યુ છે. આ બજેટની મહત્‍વની બાબત એ છે કે દેશના સામાન્‍ય બજેટમાં રેલ્‍વે બજેટનો પણ સમાવેશ થઈ ગયો છે. દેશના મહિલા નાણામંત્રીએ પાંચમી વખત સંસદમાં બજેટ રજુ કર્યું છે. અમળતકાળનું આ પ્રથમ બજેટ છે. અગાઉ બે વર્ષ કોરોનાના કારણે ખૂબ જ અસ્‍તવ્‍યસ્‍ત થઈ ગયા હતા. સમગ્ર વિશ્વના અર્થતંત્રને નકારાત્‍મક અસર થઈ હતી પરંતુ દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના દૂરદેશીભર્યા નિર્ણયોના કારણે ભારતનું અર્થતત્ર વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની ગયું છે જે અભિનંદનને પાત્ર છે. બજેટની હકારાત્‍મક જોગવાઈઓને શેરબજાર પણ આવકારેલ છ તથા સેન્‍સેકસમા પણ ખુબ જ વધારો થયો છે. આ બજેટ આત્‍મનિર્ભર ભારતનુ બજેટ છે.

આ બજેટ દેશમાં GST લાગુ કર્યા પછીનું છઠું બજેટ છે.

દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી દેશને વિકાસશીલ અને ખૂબ જ ઉચાઈ પર લઈ જવા માગે છે. તે બાબત આ બજેટ દ્વારા અભિવ્‍યકત થાય છે. તેને પ્રદિપભાઈ ખીમાણીએ આવકારેલ છે.

રૂા. સાત લાખ સુધીની વાર્ષિક આવક પર આવકવેરો ભરવો પડશે નહી જે મધ્‍યમ વર્ગ માટે ખૂબ જ રાહતરૂપ સમાચાર છે. આવકવેરોનો નવો સ્‍લેબ પણ મધ્‍યમવર્ગ માટે રાહતરૂપ છે. કળષિ માટે ડિજિટલી પબ્‍લિક ઈન્‍ફ્રાસ્‍ટ્રકચરનું નિર્માણ કરવામાં આવશે. આ ક્ષેત્રમાં સ્‍ટાર્ટઅપને પ્રોત્‍સાહન અપાશે. પછાત વર્ગ, મહિલાઓ અને દિવ્‍યાંગોને વિવિધ સહાય અપાશે. પ્રવાસન ક્ષેત્રે યુવાનોને રોજગાર અપાશે. ફાર્માસ્‍યુટિકલ ક્ષેત્રને પ્રોત્‍સાહન અપાશે.

ડિજિલોકરમાં આધારકાર્ડ માન્‍ય રહેશે. દેશમાં ૫૦ નવા એરપોર્ટ બનશે. નિષ્‍ફળ થઈ ગયેલા લઘુ ઉદ્યોગો માટે રિફન્‍ડ સ્‍કીમ લાવવામાં આવશે. ઈ-કોર્ટનો ત્રીજો ફેઝ શરૂ થશે અને તેના માટે ૭ હજાર કરોડનું રોકાણ કરાશે. ૫જી માટ દેશમાં ૧૦૦ લેબોરેટરી શરૂ કરાશે. ટ્રાન્‍સપોર્ટ ઈન્‍ફ્રા માટે ૭૫ હજાર કરોડ ખર્ચાશે. આર્ટિફિશિયલ ઈન્‍ટલિજન્‍સ માટે ૩ નવા સેન્‍ટર બનશે. MSME માટે પણ નવી યોજનાઓ લાગુ કરાશે. વ્‍યવસાય શરૂ કરવા માટે પાનકાર્ડ મુખ્‍ય આધાર રહેશે. નગર નિગમ તેમના બોન્‍ડ લાવી શકશે.

ગુજરાત ભાજપના અગ્રણી, કન્‍વીનર, શિક્ષણવીદ તથા અર્થશાષાી પ્રદિપભાઈ ખીમાણીએ દેશના સામાન્‍ય બજેટને આવકારી વિકાસશીલ બજેટને રજૂ કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી તથા નાણામંત્રી શ્રીમતિ નિર્મલા સીતારામનને અભિનંદન પાઠવ્‍યા છે.પ્રદિપભાઈ ખીમાણીએ એક નિવેદનમાં જણાવ્‍યું છે કે આજે દેશની સંસદમાં રજૂ કરવામાં આવેલ બજેટ ખેડૂત લક્ષી, ગ્રામ્‍યલક્ષી, યુવા લક્ષી, મહિલાલક્ષી તથા રોજગારી વધારનારૂ બની રહેશે.

નાણામંત્રી શ્રીમતિ નર્મિલા સીતારામને રજૂ કરેલ દરખાસ્‍તોના કારણે દેશની નિકાસમાં વળદ્ધિ થશે. બિનજરૂરી આયાત ઓછી થશે તેને કારણે ખાદ્યમાં ઘટાડો થશે.પ્રધાનમત્રી ગ્રામ સડક યોજના હેઠળ દેશના ગ્રામ્‍ય વિસ્‍તારમા રસ્‍તાઓના બાંધકામમાં વધારો થશે. કારણકે આ યોજનામાં આ વર્ષના બજેટમાં ખૂબ મોટી નાણાંકીય ફાળવણી કરવામાં આવી છે.

દેશના શહેરી વિસ્‍તારના વિકાસ માટે, મનરેગા માટે તથા સ્‍વાસ્‍થ્‍ય માટે પણ આ બજેટમા વિશેષ જોગવાઈ કરવામા આવી છે જે આવકારને પાત્ર છે.

દેશમાં રોકાણ વધે, રાજકોષીય ખાદ્ય ઘટે તે માટે કરવામા આવેલી યોજનાઓને પણ પ્રદિપભાઈ ખીમાણીએ આવકારી અને વિશ્વના લગભગ બધા જ દેશના અર્થતંત્રોમાં મંદી પ્રવર્તી રહી છે ત્‍યારે ભારતના અર્થતંત્ર પર મંદીની અસર ન થાય તેવા પગલાઓને પણ આવકારેલ છે.

દેશના પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે કરવામા આવેલી વિવિધ જોગવાઈઓને કારણે દેશમાં પ્રવાસન ઉદ્યોગ વિકાસ પામશે તથા તેને કારણે વિદેશી હૂડીયામણમાં વધારો થશે અને રોજગારી પણ વધશે તેમ જણાવી શ્રી પ્રદિપભાઈ ખીમાણીએ બજેટને આવકારેલ છે.

(1:40 pm IST)