Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

જામનગર ડી. સી. સી. વિ. હાઇસ્‍કૂલમાં સ્‍માર્ટ સ્‍ટડી અને મેમરી એનાન્‍સમેન્‍ટ સેમીનાર યોજાયો

જામનગર : ડી. સી. સી. વિવિધલક્ષી હાઈસ્‍કૂલમાં સાજન શાહ ફાઉન્‍ડેશન દ્વારા જનરેશન ગેપ બ્રિજીંગ બીટવીન પેરેન્‍ટસ, સ્‍માર્ટ સ્‍ટડીઝ અને મેમરી એન્‍હાન્‍સમેન્‍ટ ટોપીક ઉપર સેમીનારનું આયોજન કરવામાં આવેલું. જે અંતર્ગત વકતા  સાજને વિદ્યાર્થીઓને ભણતર અને બોર્ડની પરીક્ષા બાબત ટીપ્‍સ અને ટ્રીકસ આપી હતી. કાર્યક્રમના અંતે શાળાના ૮૦૦ વિદ્યાર્થીઓને સાજન શાહ ફાઉન્‍ડેશન તરફથી સ્‍મળતિ ચિન્‍હ રૂપે પ્‍લાન્‍ટેબલ પેન્‍સિલ એનાયત કરવામાં આવી. આ તકે વિદ્યોતેજક મંડળી તમામ હોદેદારો અને શાળાના આચાર્ય જયકુમાર રાઠોડ તથા શાળા પરિવારના તમામ કર્મચારી તરફથી આ ફાઉન્‍ડેશનનો આભાર વ્‍યકત કરવામાં આવ્‍યો હતો.(તસ્‍વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી જામનગર)

(12:32 pm IST)