Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

ધ્રોલ ભાજપ શાસીત પાલિકાના વેરા વધારા સામે આક્રોશ

ઠરાવ રદ કરવામાં નહી આવે તો હિન્દુ સેના દ્વારા ઉગ્ર આંદોલન

(હસમુખ રાય કંસારા દ્વારા) ધ્રોલ તા.ર : ધ્રોલની ભાજપ શાસીત નગરપાલિકા  અધિકારીઓ  તરફથી ઓનલાઇન બાંધકામ મજુરી માટેની ડીપોઝીટ તથા ચાર્જીસનો ભાવ વધારો તાજેતરની નવી બોડી દ્વારા મંજુર કરાવમાં આવેલ છે.

પાલિકા ધ્રોલ દ્વારા તા.૧ર-૧ર-ર૦૧૯ના કારોબારીમાં આ ભાવ વધારો ઠરાવ લેવામાં આવેલ હતો. જે ઠરાવને હાલની બોડીએ મંજુર કરતા તે મુજબ બાંધકામ કરવા માંગતા નાગરીકો પાસેથીનવા ચાર્જીસ મુજબની વસુલાત શરૂ કરવામાં આવતા શહેરભરમાં નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા આ રાક્ષસી વધારા સામે ઉગ્ર રોષની લાગણી ફેલાય છે.

ગુજરાત રાજયમાં ધ્રોલ નગરપાલિકા કક્ષાની પ૬ (છપ્પન) નગરપાલિકાઓ આવેલી છે. જેમાં એક પાલિકામા઼ આવા ચાર્જીસ  લેવામાં આવતા નથી. જયારે ધ્રોલ નગરપાલિકામાં કરવામાં આવેલા આ વધારા સામે હિંદુ સેના ધ્રોલ પ્રમુખશ્રી ગૌરવભાઇ મહેતાએ નગરપાલિકા ધ્રોલ સહિત તમામ અધિકારીઓ તથા આગેવાનોને લેખીતમાં જાણ કરીને આ ભાવ વધારાનો જાહેર જનતાને પ્રશ્ન હોઇને તાકીદે યોગ્ય કરવા અનુરોધ કરેલ છે.

નગરપાલિકા દ્વારા મનઘડત રઠાવો કરીને વેરો ભરવામાં મોદડુ કરનારા નાગરીકો પાસેથી વ્યાજ વસુલવામાં આવે છે. તેમજ દસ્તાવેજમાં નામ ફેરફાર કરવાની કાર્યવાહી માટે એક ટકાનો વેરો ઉઘરાવવામાં આવે છે. જે તદન ગેર કાનુની હોવાનું જણાવેલ છે.

ધ્રોલ ગામ આર્થીક પછાત કેટેગરીમાં હોવાથી કમ્મરતોડી વેરો શહેરની જનતા ભરી શકે તેમ નથી. ત્યારે પાલિકા તરફથી આવા ઠરાવો રદ નહી કરે તો હિન્દુ સેના દ્વારા ઉગ્ર આંદોલન કરી પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચાડવામાં આવશે.

(1:26 pm IST)