Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

દેશનું ઉર્જાવાન બજેટ - દિલીપ સંઘાણી

તમામ સમાજ - વ્યવસાયનો સર્વાગી વિકાસ સાધતુ

અમરેલી તા.ર : કોરોના મહામારી વચ્ચે પણ દેશની ખેતી અને ખેડુતો સહિત વ્યવસાયો અને વિકાસને ખોરંભે પડવા દીધી નથી. ઉલ્ટાનું નવુ બજેટ ખેતી પાકોના રક્ષણ, કૃષિ  આવક વધારતુ અને દેશને આત્મનિર્ભરથી સમૃધ્ધ બનાવતું ઉર્જાવાન બજેટને આવકારતા રાષ્ટ્રીય સહકારી આગેવાન - ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ કેન્દ્રની ભાજપ સરકારને અભિનંદન પાઠવતા જણાવેલ છે.

સંઘાણીએ વધુમાં જણાવેલ છે કે, આ  એવું બજેટ છે. જેમાં તમામ સમાજ, વ્યવસાય અને વ્યવસ્થાપનનો સમાવેશ સાથે છેવાડાના આમ આદમી સુધી પહોંચવાનો, સૌને સાથ લઇ વિકાસ સાધવાનો અને આત્મનિર્ભર તરફ પ્રયાણનો પ્રયાસ ભરપુર સમાયો છે.

બગડતો ખેતી પાકોને બચાવવા, ખેડુતોની આવક વધારવા મત્સ્યોદ્યોગને વેગ આપવા, આદિવાસીઓને શિક્ષીત કરવા, સમાન કાનુન વ્યવસ્થા, સમાજનો સર્વાગી વિકાસ, બુઝર્ગોની સંભાળ, ઘરના ઘર સહિતની બાબતોને આવરી લેતા બજેટને રજુ કરવા બદલ દિલીપ સ઼ઘાણીએ કેન્દ્ર સરકારે અભિનંદન સાથે આવકારેલ હોવાનું અખબારી યાદીમાં જણાવાયેલ છે.

(1:24 pm IST)