Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

કાજલી ગામે જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઇ પરમારનો સમસ્ત ગામ દ્વારા સન્માન

પ્રભાસપાટણ તા.ર : વેરાવળ તાલુકાના કાજલી ગામે સમસ્ત કાજલી ગામ દ્વારા ગુજરાતના સૌથી નાની ઉપરના ગીર સોમનાથ જીલ્લાના નવનિયુકત પ્રમુખ માનસિંહભાઇ પરમારનું સન્માન કરેલ અને ગામના આગેવાનો તેમજ લોકોએ મોમેન્ટો શાલ અને ફુલહાર પહેરાવીને સન્માન કરેલ હતુ.

આ તકે માનસિંહભાઇ પરમારે જણાવેલ કે સમગ્ર ગામ દ્વારા સન્માન કરેલ છે. તેથી સમગ્ર ગ્રામજનોને હું આભાર માનુ છુ અને ગામની કાયમી માટે આવી એકતા અને અખંડીતતા જળવાઇ રહે તેવી ભગવાન સોમનાથદાદાને પ્રાર્થના કરૂ છુ. કાર્યક્રમના અધ્યક્ષ ગોવિંદભાઇ પરમાર દ્વારા પણ ગામનો આભાર માનેલ અને જણાવેલ કે અમારા પરિવારનું કાયમી ધોરણે સમગ્ર કાજલી ગામ માન સન્માન જાળવે છે.

આ તકે કાજલી માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને પુર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર, ગામના સરપંચ મેરગભાઇ બારડ, યાર્ડના ડાયરેકટર પરેશભાઇ પરમાર, ડાયરેકટર નરેન્દ્રસિંહ ઝાલા, મનીષભાઇ ઝાલા, બીજલભાઇ પરમાર, ટાભાભાઇ પરમાર, મુસ્લીમ સમાજના પટેલ અબ્દુલભાઇ સુમરા, ઇકબાલભાઇ, મમદભાઇ તેમજ ગ્રામ પંચાયતની સમગ્ર ટીમ અને ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહી અને માનસિંહભાઇ પરમારનું સન્માન કરેલ હતુ. આકાર્યક્રમનું સંચાલન જાણીતા સ્ટેજ કલાકાર દેવગીરી ગોસ્વામી (બાપુ)એ કરેલ હતુ અને કાર્યક્રમને સફળ બનાવવામાં ગામના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

(11:34 am IST)