Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

રાણપર મિત્રને મળવા આવતા દબોચી લેવાયો

પ્રોહિ. ગુન્હામાં ત્રણેક વર્ષથી નાસતા ફરતા બુટલેગરને ઝડપી પાડતી ભાણવડ પોલીસ

ભાણવડ તા. ર :.. પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના અનેક ગુન્હામાં છેલ્લા ત્રણેક વર્ષથી નાસતા ફરતા નામચીન ગુન્હેગારને ઝડપી પાડવામાં ભાણવડ પોલીસને સફળતા મળી છે.

વિગત મુજબ ભાણવડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિ. ગુ. ર. નં. ૬૦પ/ર૦૧૮, પ્રોહી. ગુ. ર. નં. ૬૦૬/ર૦૧૮ તથા ગુ. ર. નં. ૬૦૭/ર૦૧૮ પ્રોહી. કલમ ૬પ (ઇ), ૧૧૬ (બી.), ૮૧ મુજબના ગુન્હામાં નાસતો ફરતો નામચીન બુટલેગર પુંજો ઉર્ફે પીપીપ મેરાભાઇ શામળા રહે. જુનાગઢવાળો ભાણવડ તાલુકાના રાણપર ગામે તેમના મિત્રને મળવા આવ્યો હોવાની બાતમી પીએસઆઇ જે. જી. સોલંકી તથા કોન્સ. ખીમાભાઇ કરમુર ને મળતા સ્ટાફના સર્વલન્સ સ્કોડના એએસઆઇ લખમણભાઇ ગઢવી, હેડ કોન્સ. કિશોરભાઇ નંદાણીયા, કનુભાઇ મકવાણા, બ્રિજેશભાઇ બોરીચા, કિશોરસિંહ જાડેજા, ભરતભાઇ સભાડને સાથે રાખીને રાણપર ગામે દોડી જતાં રાણપર બસ સ્ટેન્ડ પાસેથી દબોચી લીધો હતો. અને ભાણવડ પોલીસ સ્ટેશનમાં અલાયદા રૂમમાં કોરોન્ટાઇન કરવામાં આવેલ છે.

(11:29 am IST)