Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

વાંકાનેરમાં લગ્નમાં ગયેલા શિક્ષકના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા : ૨.૭૮ લાખની ચોરી

વાંકાનેરમાં રહેતા શિક્ષક પરિવાર લગ્નપ્રસંગમાં બહાર ગયા હોય અને દરમિયાન બંધ મકાનમાંથી તસ્કરોએ રોકડ, દાગીના અને ટીવી સહિતની ઘરવખરી સહીત ૨.૭૮ લાખની મત્તા ચોરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે

મોરબી જીલ્લામાં તસ્કરો બેફામ બન્યા છે અને મનચાહે તે મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપી રહ્યા છે જેમાં ચોરી મામલે વાંકાનેરના દીવાનપરાના રહેવાસી સુરેશભાઈ હમીરભાઈ નંદાણીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ વાંકાનેરમાં રહે છે અને ગોંડલ શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેના પત્ની રેખાબેન વાંકાનેર ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે જેમાં તા. ૩૧ ના રોજ તેના વિદ્યાર્થી હાર્દિકના લગ્નમાં પરિવાર ગયો હતો અને તા. ૦૧ સુધી મકાન બંધ હોય દરમિયાન તસ્કરોએ મકાનના તાળા તોડી ચોરી કરી ગયા છે જેમાં ઘરમાંથી તસ્કરો સોનાના દાગીના સાડા દશ તોલા કીમત રૂ ૨,૬૨,૫૦૦, રોકડ રકમ રૂ ૧૦,૦૦૦, ટીવી અને ઈસ્ત્રી સહીત કુલ રૂ ૨,૭૮,૫૦૦ ની કિમતનો મુદામાલ તસ્કરો ચોરી ગયાની ફરિયાદ નોંધાવી છે

વાંકાનેર પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે જોકે એક દિવસ બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોની મત્તા ચોરી જતા ચકચાર મચી છે અને પોલીસની નાઈટ પેટ્રોલિંગની પણ પોલ ખુલી છે તેમજ તસ્કરોને પોલીસનો કોઈ ભય રહ્યો નથી તે પણ એક બાદ એક ચોરીની ઘટના પરથી જોઈ સકાય છે

(12:03 am IST)