Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

મોરબીના કંડલા બે પાસ પરથી ચોરાઉ બાઈક સાથે પ્રકાશગીરીને એલસીબી પોલીસે ઝડપ્યો

મોરબીના કંડલા બાયપાસ રોડ પરથી બાઈક ચોરી કરનાર ઈસમને ચોરીના બાઈક સાથે ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમ વાહનચોરીના ગુન્હાઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે પ્રકાશગીરી ઉર્ફે પતીયો દિનેશગીરી ગોસ્વામી (રહે દલવાડી હોટલ ૨૫ વારીયા શેરી નં ૦૧ મોરબી )ને ઝડપી લઈને ચોરી થયેલ મોટરસાયકલ કીમત રૂ ૩૦,૦૦૦ કબજે લઈને વધુ તપાસ આદરી છે

આ કામગીરીમાં પીઆઈ વી બી જાડેજા, દિલીપભાઈ ચૌધરી, ચંદ્રકાંતભાઈ વામજા, નીરવભાઈ મકવાણા, દશરથસિંહ પરમાર, આશીફભાઈ ચાણક્યા અને ભગીરથસિંહ ઝાલાની ટીમ રોકાયેલ હતી

(12:00 am IST)