Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

બાબરા - અમરેલી રોડ પર હિટ એન્ડ રન: અજાણ્યા વાહને પાછળથી ટક્કર મારતા ભાજપના કુમારસિંહ સોલંકીનું મોત

ઇંગોરાળા પ્રસંગમાં જઈને પરત ફરતી વેળાએ અજાણ્યા વાહને પાછળથી બાઇકને અડફેટે લીધું

બાબરાના અમરેલી રોડ પર બની હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં બાબરાના ભાજપ આગેવાન કુમારસિંહ સોલંકીનું મોત થઇ ગયું છે.

   મળતી વિગત મુજબ ભાજપના આગેવાન કુમારસિંહ સોલંકી પોતાનું મોટર સાયકલ લઈને ઈંગોરાળામાં પ્રસંગ પતાવી પરત આવી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમને પાછળથી ટક્કર મારતા કુમાર સિંહનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ છે.જો કે અકસ્માત સર્જનાર વાહન ચાલક ફરાર થઇ ગયો છે.

(10:07 pm IST)