Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

ધોરાજીના માર્કેટિંગ યાર્ડ પાસે નેશનલ હાઇવે પર ગોઝારી અકસ્‍માત : કારે બાઇકને અડફેટે લેતા બાઇકસવારનું ઘટનાસ્થળે જ મૃત્યુ

ધોરાજી : ધોરાજીના માર્કેટિંગ યાર્ડ પાસે નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનની ગોઝારી ઘટના બની હતી.  કારે બાઇકને અડફેટે લેતા બાઇકસવારનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.  તો એકને ઇજા પહોંચી હતી.

સ્પીડમાં આવતા કાર ચાલકે બાઇક સવારને અડફેટે લીધો હતો. કાર એટલી સ્પીડમાં હતી કે, કાર ડિવાઇડર કૂદીને 10 ફૂટ દૂર ફંગોળાઇ હતી. અકસ્માત બાદ કારચાલક ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયો હતો.

પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ હીટ એન્ડ રનની ઘટના નોંધીને તપાસની તૈયારીઓ શરૂ કરી છે.

(3:12 pm IST)