Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

લીલાપુર પાસે કાર-બાઇક અકસ્માતમાં યુવાનનું મૃત્યુઃ એક ઘાયલ

         જસદણ તાબેના કડુકા ગામે રહેતો જીવરાજભાઇ પ્રેમજીભાઇ  બેરાણી નામનો યુવાન તથા કિશોર મગન સોલંકી અને હીરેન સોલંકી નામના ત્રણેય યુવાનો બાઇક લઇને બાબરાના કલોરાણા ગામે લગ્ન પ્રસંગમા ગયા હતા અને ત્રિપલ સવારી પરત કડુકા ગામ આવવા નીકળ્યા હતા. દરમ્યાન લીલાપુર ગામ પાસે પહોંચ્યા ત્યારે સામેથી પુરઝડપે ઘસી આવેલી કારે બાઇકને હડફેટે લેતા ત્રણેય મિત્રો ફંગોળાયા હતા.  જેમા જીવરાજ બેરાણી નામના યુવાનનુ ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયુ હતુ. જયારે કીશોર અને હીરેનને ઇજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત ચાલક કાર રેઢી મૂકી નાસી છૂટયો હતો. પોલીસે કારચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી શોધખોળ શરૃ કરી હતી.

(12:40 pm IST)