Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

ધોરાજી મામલતદાર કચેરીએ આધાર કાર્ડ કાઢવાની કામગીરી ૬ મહિનાથી બંધ રહેશે

ઓપરેટરનો પગાર થયેલ ન હોવાથી હાલ આધારકાર્ડની કામગીરી બંધ !!

રાજકોટ જીલ્લા ધોરાજી નાં મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ ની કામગીરી બંધ કારણ કે છ મહીના થી આધાર કાર્ડ ઓપરેટર નો પગાર થયેલ નાં હોવાથી હાલ આધાર કાર્ડ ની કામગીરી બંધ રહેશે એવું લખેલું બોર્ડ ચોટાડયુ છે આ બાબતે ધોરાજી મામલતદાર નો સંપર્ક સાંધતા તેણે જણાવેલ કે આ બોર્ડ મારનાર એ કોઈ પણ પ્રકાર ની મંજૂરી લીધાં વગર આધાર કાર્ડ નાં ઓપરેટરે લગાવેલ છે

સરકારી કચેરી અને કોન્ટ્રાકટરો અને ઓપરેટરો નાં સંકલન નો અભાવ અને તાલમેલ નો અભાવ જોવાં મળેલ ધોરાજી નાં મામલતદાર કચેરી માં આ તાલમેલ અને સંકલન નાં અભાવ ને કારણે સામાન્ય માણસ પીસાઈ રહયો છે ધોરાજી મામલતદાર કચેરી ખાતે ચાલતી આધાર કાર્ડ કામગીરી બંધ હાલ પુરતી બંધ જોવાં મળી હતી કારણ કે આધાર કાર્ડ ની કામગીરી કરતાં ઓપરેટરે પોતાના પગાર ન થતાં આધાર કાર્ડ ની કામગીરી બંધ કરવામાં આવી છે તેવું લખાણ વાળું બોર્ડ લગાડી દીધેલ જેથી ધોરાજી મામલતદાર કચેરી માં ચાલતી આધાર કાર્ડ કામગીરી બંધ જોવાં મળી હતી જેથી આધાર કાર્ડ ની કામગીરી બંધ કારણે લોકો ને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે

(1:56 pm IST)