Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠાર યથાવતઃ ગિરનાર ૬.૮, નલીયા ૭, જામનગર ૮ ડિગ્રી

કેશોદ-૯.૮, રાજકોટ ૯.૯ સુરેન્‍દ્રનગર ૧૦.૮ ડિગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા. ૧: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠાર યથાવત છે. અને લોકો ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યા છ.ે મોડી રાત્રીના અને વહેલી સવારે વધારે ઠંડી પડી રહી છે.

આજે સૌથી નીચુ તાપમાન ગિરનાર પર્વત ઉપર ૬.૮, નલીયા ૭, જામનગર ૮, કેશોદ ૯.૮, રાજકોટ ૯.૯, સુરેન્‍દ્રનગરમાં ૧૦.૮ ડિગ્રી તાપમાન નોંધાયુંછ.ે

જાુનાગઢ

જુનાગઢ : આજે ગીરનાર પર્વત ખાતે ૬.૮ ડિગ્રી તાપમાન રહેલ છે. જુનાગઢમાં ૧૧.૮ ડિગ્રી ઠંડીની સાથે ઠારનું પણ આક્રમણ થયું હતું.

ગઇ કાલે જુનાગમાં લઘુતમ તાપમાન ૧૦.૪ ડિગ્રી રહ્યા બાદ આજે તાપમાનનો પારો ઉપર ચડીને૧૧.૮ ડિગ્રીએ સ્‍થિર થયો હતો જેના પરિણામે ઠંડીમાં આંશિક ઘટાડો થયો હતો જો કે ઠારને લઇ ઠંડીની તીવ્રતા યથાવત રહી હતી.

ગિરનાર ઉપર ૬.૮ ડિગ્રી ઠંડી નોંધાઇ હતી વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ૪ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૮ કીમીની રહી હતી.

જામનગર

જામનગરઃ શહેરનું આજનું હવામાન રપ.૪ મહતમ ૮ લઘુતમ ૧૦૦ ટકા વાતાવરણ ભેજનું પ્રમાણ ૪.૧ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ

તાપમાન

 

 

ગિરનાર પર્વત

૬.૮

ડિગ્રી

નલીયા

૭.૦

''

જામનગર

૮.૦

''

કેશોદ

૯.૮

''

રાજકોટ

૯.૯

''

સુરેન્‍દ્રસનગર

૧૦.૮

''

પોરબંદર

૧૧.૦

''

જુનાગઢ

૧૧.૮

''

વેરાવળ

૧૩.૭

''

દ્વારકા

૧૪.૬

''

ઓખા

૧૮.૪

''

૪ મહાનગરો

 

 

અમદાવાદ

૧૦.૬

''

ગાંધીનગર

૧૧.ર

''

વડોદરા

૧૩.ર

''

સુરત

૧પ.ર

''

ગુજરાત

 

 

ડીસા

૯.૬

''

મહુવા

૧૦.૭

''

દિવ

૧૧.પ

''

વલ્લભ વિદ્યાનગર

૧૧.પ

''

 

 

(11:48 am IST)