Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

નખત્રાણાના વંગ ગામે શિક્ષકોની ઘટ : ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી

લાખો રૂપિયાના ખર્ચે બનેલી હાઈસ્કૂલમાં એક પણ કાયમી શિક્ષક નથી

કચ્છના નખત્રાણામાં શિક્ષકોની ઘટના મુદ્દે શાળાને તાળાબંધી કરાઈ છે શાળામાં શિક્ષકો નહીં હોવાથી ગરમજનો વિફર્યા હતા અને શિક્ષકોની ઘટના મુદ્દે નખત્રાણા તાલુકાના વંગ ગામે ગામ લોકો દ્વારા માધ્યમિક શાળાની તાળાબંધી કરાઈ હતી

ગામલોકોના જણાવ્યા મુજબ લાખો રૂપિયાના ખર્ચે બનેલી હાઈસ્કૂલમાં એક પણ કાયમી શિક્ષક નથી માત્ર પ્રવાસી શિક્ષકોના શાળા ચાલી રહી હોવાથી ગામલોકોમાં રોષ ફેલાયો છે

(7:43 pm IST)