Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

સુરેન્દ્રનગર પાલીકા તંત્રનો ભુગર્ભ ગટરનો ખાડો કોઇના મોતનું કારણ બનશે !!

વહેલી સવારે રીક્ષા ખાડામાં પડતા પલ્ટી મારી એકને ઇજા : ઘણા સમય થી પતરાવાળી વિસ્તારનો ખાડો શું તંત્રને નથી દેખાતો? : ઠેર ઠેર ભુગર્ભ ગટરના ઢાંકણાના લેવલીંગની ફરિયાદ છતાં તંત્ર બેધ્યાન !!

વઢવાણ,તા.૧:સુરેન્દ્રનગર જિલ્લા માં હાલ તમામ રસ્તાઓ અને ભૂગર્ભ ગટરના કામો પૂર્ણ થઈ ગયા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અમુક વિસ્તારોમાં ભૂગર્ભઙ્ગ ગટરના અને રોડ રસ્તાના કામો ચાલુ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના જાહેર રસ્તા ઉપર નાખવામાં આવેલા ભૂગર્ભ ગટરના ઠાકનાઓ બાર રાખવા માં આવીયા છે.

જેના કારણે જાહેર સુરેન્દ્રનગર જિલ્લાના જાહેર રસ્તા ઉપર અકસ્માતો અવાર-નવાર સર્જાયા કરે છે કયારે સુરનગર જિલ્લાના પતરાવાળી વિસ્તારમાં રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરના કામ પૂર્ણ થઈ ચૂકયા છે ત્યારે આ ભૂગર્ભ ગટરના ર ઢાંકણા ઓ રસ્તા ઉપર ઉપસી આવતા આજે સવારે અકસ્માત સર્જાયો હતો

સુરેન્દ્રનગર જિલ્લા પતરાવાળી ચોક વિસ્તાર ની આગળ પેસેન્જર ભરેલી રિક્ષા પસાર થઇ રહી હતીઙ્ગ ત્યારે આ ભૂગર્ભ ગટરનો ખાડો આવતાઙ્ગ રીક્ષાનીઙ્ગ એકસેલ ભાગી જતાઙ્ગ રીક્ષા પલટી મારીઙ્ગ જવા પામી હતીઙ્ગ ત્યારે નથી દે આ રીક્ષામાંઙ્ગ રીક્ષા ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચતાઙ્ગ રીક્ષા ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો..

આગામી સમયમાં નગરપાલિકા દ્વારા આ ભૂગર્ભ ગટરના ઢાંકણા ખાસ કરી પડેલા ખાડા અને તૂટેલા ઢાંકણા નવા નાખવામાં આવે તેવી લોકમાંગ જિલ્લામાં થઈ રહી છે.(

(10:37 am IST)