Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

ધ્રાંગધ્રા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે ગાયત્રીબા મનોહરસિંહ રાણા બિનહરીફ

ગુજરાત ગોલ્ડન ગોલ સમિતિના અધ્યક્ષ અને સિનિયર મોસ્ટ ભાજપના નેતા આઇ.કે.જાડેજાના નેજા તળે ૨૫ વર્ષથી પાલિકામાં સતત ભાજપનો કબ્જો

ધ્રાંગધ્રા : નગરપાલિકાના ઉપપ્રમુખ પદે શ્રીમતિ ગાયત્રીબા મનોહરસિંહ રાણા બિનહરીફ ચુંટાઇ આવ્યા હતા.

ધ્રાંગધ્રા તા. ૧ : ધ્રાંગધ્રા નગરપાલિકા ની ઉપ્રમુખની ખાલી પડેલી બેઠકની ડેપ્યુટી કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાતા ભાજપના વોર્ડ નં. ૬ના સભ્ય ગાયત્રીબા મનોહરસિહ રાણા સીવાય અન્ય કોઈ ફોમ નહી ભરાતા બીનહરીફ વિજેતા જાહેર કરવામાં આવતા કાર્યકરો અને ટેકેદારો દ્વારા મીઠાઈ વેચી ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો

ધ્રાંગધ્રા નગરપાલિકામા ઉપ્રમુખની ખાલી બેઠકની ચુટણી માટે ડેપ્યુટી કલેકટર બી કે દવેના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા ખાતે સામાન્ય સભા બોલાવામાં આવી હતી ત્યારે બંધ કવરમાં જીલ્લા ભાજપ ના ઉપપ્રમુખ કલ્પનાબેન રાવલ અને શહેર ભાજપ પ્રમુખ કિરીટસિંહ જાડેજા દ્વારા વોર્ડ નં. ૬નાઙ્ગ સભ્ય ગાયત્રીબા મનોહરસિહ રાણાનુ નામની જાહેરાત કરતા સામન્ય સભામાં નગરપાલિકા સભ્ય અજીતસિંહ ઝાલા. મનોહરસિંહ ઝાલા પત્રકાર દરખાસ્ત કરતા ધનુભાઈ પ્રધનાણી અને ઉકાભાઈ દલવાડીએ ટેકો આપતા અન્ય ફોર્મ નહી આવતા નગરપાલિકા ઉપ્રમુખ તરીકે ગાયત્રીબા મનોહરસિહ રાણાને બીનહરીફ વિજેતા જાહેર કરવામાં આવતા નગરપાલિકા પ્રમુખ ધીરૂભા પઢીયાર કારોબારી ચેરમેન રફીકભાઈ ચૌહાણ, ચીફ ઓફીસર રાજુભાઈ શેખ સહીત ભાજપના ૨૧ સભ્યો હાજર રહ્યા હતા. જયારે ક્રોગ્રેસના સભ્યો ગેરહાજર રહ્યા હતા. આમ ભાજપના ઉપ્રમુખનો વિજય થતા કાર્યકરો અને ટેકેદારો દ્વારા મીઠાઈ વેચી ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ધ્રાંગધ્રા નગરપાલિકા છેલ્લા ૨૫ વર્ષથી સતત ભાજપનો ભગવો ફરકી રહ્યો છે જેનો શ્રેય ગુજરાત ગોલ્ડન ગોલ કમિટિના અધ્યક્ષ અને ભાજપના સીનીયર મોસ્ટ અગ્રણી આઇ.કે.જાડેજાને જાય છે. આ તકે ગાયત્રીબા મનોહરસિહ રાણાએ શ્રી આઇ.કે. જાડેજાનો આભાર માનતા જણાવ્યું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છતા અને વિકાસના સૂત્રને અગ્રતાક્રમે લઇ ધ્રાંગધ્રાના વિકાસકાર્યો કરવામાં આવશે.

(1:11 pm IST)