Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

ભ્રષ્ટાચારનું વેલ્ડીંગ થઇ ગયું ? ઓળિયો-ધોળિયો વેલ્ડરો ઉપર ?

ગોંડલ, તા. ર : ગોંડલ પાસે મગફળીના ગોાઉનમાં ૪-૪ દિવસથી ભયાનક આગ ભભૂકે છે, ઠરવાનું નામ નથી લેતી ત્યારે આવડી મોટી ભયાનક -બેકાબુ આગ વેલ્ડીંગ કરવાના કારણે લાગ્યાનું વેલ્ડરોએ કબૂલી લીધાનું બહાર આવી રહ્યું છે.

મગફળી ગોડાઉનમાં આગ પ્રકરણ ૬ વેલ્ડરોની પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું ચર્ચાય છે. વિજ કનેકશન ન હોવા છતાં વલ્ડીંગ કામ થયું ? તે પ્રશ્નએ પણ જોર પકડયું છે.

ગોડાઉનમાં ઉપરના ભાવે વેલ્ડીંગ કામ થઇ રહ્યું હતું જેમાં પ્રથમ આગળના ભાગે આગ લાગ્યા બાદ ઉપરથી તણખો પડતા આ આગે વિકરાળરૂપ ધારણ કર્યાનું ચર્ચાઇ રહ્યું છે.

(4:12 pm IST)