Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

ગોંડલ પાલિકા કચેરીમાં સફાઇ કામદારો દ્વારા તોડફોડ

ગોંડલઃ પાલિકા કચેરીમાં તોડફોડ કરીને આક્રોશ વ્યકત કરતા સફાઇ કામદારો નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

ગોંડલ તા. રઃ ગોંડલ નગર પાલિકા કચેરીમાં સફાઇ કામદારોએ પગારના મુદ્દે તોડફોડ કરતા દોડધામ મચી ગઇ છે. સફાઇ કામદારોને પગારમાં અનિયમિતતાથી કંટાળીને આજે બપોરે ચિફ ઓફિસરની ઓફિસ અને પાલિકા પ્રમુખની ઓફિસમાં તોડફોડ કરી હતી. સફાઇ કામદારોએ બારી બારણાના કાચ તોડયા હતા અને કુંડા ફેંકી દીધા હતા.

(4:05 pm IST)