Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

વાંકાનેરના વાંકીયામાં કેમીકલવાળુ દૂધ મંડળીમાં આવતુ હોવાની ફરિયાદ

વાંકાનેર તા. ર :.. તાલુકાનાં વાંકીયા ગામના સરાફુદીન હાજીભાઇ માથકીયાએ રાજકોટ જીલ્લા દૂધ ઉત્પાદક સંઘ-રાજકોટ ગોપાલ ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયાને પત્ર પાઠવીને કેમીકલવાળુ દૂધ બનાવનાર ગ્રાહકને મંડળી દ્વારા  છાવરવામાં આવતા હોવાથી મંડળીનું રજીસ્ટ્રેશન રદ કરવા માંગણી કરી છે.

સરાફુદીન માથકીયાએ રજૂઆતમાં વધુમાં જણાવ્યું હતુંકે, વાંકાનેરના વાંકીયા દૂધ ઉત્પાદક સંઘમાં એક ગ્રાહક દ્વારા કેમિકલવાળુ દૂધ બનાવીને મંડળીમાં આપવામાં આવે છે. જે અંગે તપાસ કરવામાં આવતા દૂધમાં ભેળસેળ હોવાનું ખુલ્યુ હતું. તેમ છતા વાંકીયા દૂધ ઉત્પાદક સંઘની મંડળી દ્વારા આ ગ્રાહકોને છાવરવામાં આવતો હોવાનો આક્ષેપ કરીને તપાસ કરવા માંગણી કરી છે.

(11:23 am IST)