Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

અમરેલી જીલ્લામાં દિવ્યાંગોને યુનિક ડિસએબિલીટીઝ આઇડી કાર્ડ અપાશે

અમરેલી તા.૨ : ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ-નવી દિલ્હી હેઠળના દિવ્યાંગજન સશકિતકરણ વિભાગ દ્વારા સમગ્ર દેશના તમામ પ્રકારના (અંધ, દ્રષ્ટિખામી, મૂકબધિર, શારીરિક વિકલાંગ, માનસિક મંદ, માનસિક માંદગી) વિકલાંગ વ્યકિતઓને યુનિવર્સલ આ.ડી. કાર્ડ આપવા માટેનો યુનિવર્સલ આઇ.ડી. ફોર પર્સન વીથ ડિસએબિલીટીઝ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. યુનિવર્સલ આઇ.ડી. ફોર પર્સન વીથ ડિસએબિલીટીઝ અંતર્ગત યુનિક ડિસએબિલીટીઝ આઇ.ડી. કાર્ડ કાઢી આપવામાં આવશે.

અમરેલી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા ઇશ્યુ કરવામાં આવેલ વિકલાંગ ઓળખકાર્ડ ધરાવતા તમામ દિવ્યાંગોએ જરૂરી આધાર-પુરાવાઓ અને વિગતો સાથે સંબંધિત તાલુકાના બી.આર.સી. ભવન ખાતે સરકારી કામકાજના દિવસોમાં સવારે ૧૦:૩૦ થી સાંજે ૬:૧૦ સુધીમાં હાજરી આપવાની રહેશે. આ કામગીરીને ઝડપથી પૂર્ણ કરવાની હોવાથી, આ કામગીરીમાં સહકાર આપવા, અમરેલી જિલ્લાના દિવ્યાંગોએ જરૂરી આધાર-પુરાવાઓ રજૂ કરવાના રહેશે.

દિવ્યાંગોએ (૧) પાસપોર્ટ સાઇઝના બે ફોટો, (૨) સીવીલ સર્જન દ્વારા આપવામાં આવેલ વિકલાંગ પ્રમાણપત્ર-ઓળખકાર્ડ, (૩) આધારકાર્ડ, (૪) ઓળખના પુરાવા માટે પાન-ચૂંટણી કાર્ડ, (૫) સરનામાના પુરાવા માટે લાઇટ બિલ/રેશનકાર્ડ, (૬) દિવ્યાંગના બેંક ખાતાના પાસબુકના પ્રથમ પાનની નકલ (IFSC કોડ, બ્રાંચ કોડ સહિતની વિગત દર્શાવતું પાનું), (૭) જાતિનો દાખલો દિવ્યાંગોએ રજૂ કરવાના રહેશે. તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા જરૂરી આધાર-પુરાવાઓ અને વિગતો પરથી ફિલ્ફ સ્ટાફ દ્વારા UDIDનાં અરજીપત્રકો તૈયાર કરવામાં આવશે. કેન્દ્ર-રાજય સરકરની યોજનાઓનો લાભ મેળવવા માટે દિવ્યાંગોને UDID કાર્ડ દ્યણું ઉપયોગી નીવડશે. નિયત એજન્સી દ્વારા UDID કાર્ડ દિવ્યાંગોના ઘરના સરનામા પર મોકલી આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

બી.આર.સી. ભવનના સરનામા આ મુજબ છેઃ (૧) ગોળ હોસ્પિટલ પાછળ, ચિતલ રોડ-અમરેલી, (૨) તાલુકા પંચાયતની પાછળ-બાબરા, (૩) જેતપુર રોડ, સરકીટ હાઉસની સામે હુડકો કોલોની-બગસરા, (૪) ક્રિષ્ના સ્કુલની પાછળ-ખાંભા, (૫) તાલુકા કન્યા શાળા, લાયબ્રેરીની સામે-ધારી, (૬) તાલુકા શાળા, પેટ્રોલપંપ સામે દેરડી રોડ-કુંકાવાવ, (૭) તાલુકા શાળા નં.૧, મામલતદાર કચેરી પાસે-લાઠી, (૮) મુ.મીતીયાળા-જાફરાબાદ, (૯) કન્યાશાળા, સ્ટેશન રોડ-લીલીયા, (૧૦) બી.ડી. કામદાર સોસાયટી, પાવર હાઉસની પાછળ-રાજુલા, (૧૧) તાલુકા શાળા, જૈન બોર્ડિંગની સામે, કે.કે. હાઇસ્કુલ રોડ-સાવરકુંડલા ખાતે દિવ્યાંથો પોતાના UDID કાર્ડ માટે જરૂરી આધાર-પુરાવાઓ રજૂ કરી શકશે, તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી-અમરેલીની એક યાદીમાં જણાવાયું છે.

(11:21 am IST)