Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

મોરબી જીલ્લામાં આજે કોરોનાના નવા ૭ કેસઃ વધુ ૯ દર્દી ડીસ્ચાર્જ

મોરબીઃ મોરબી જીલ્લામાં કાલે ફરીથી કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળે છે આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ આજે કોરોનાના નવા ૭ કેસ નોંધાયા છે તો વધુ ૯ દર્દી સ્વસ્થ થયા છે.

આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૪ કેસો જેમાં ૧ ગ્રામ્ય અને ૩ શહેરી વિસ્તારમાં, વાંકાનેરનો ૧ કેસ શહેરી વિસ્તાર જયારે હળવદના ૨ કેસો ગ્રામ પંથકમાં મળીને કોરોનાના નવા ૭ કેસો નોંધાયા છે તો ૦૯ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૩૧૨૯ થયો છે જેમાં ૯૨ એકટીવ કેસ છે અત્યાર સુધીમાં કુલ ૨૮૨૬ દર્દી સ્વસ્થ થયા છે.

(10:27 am IST)