Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

જસદણના પોકસો-અપહરણના ગુનામાં પકડાયેલ ત્રણ આરોપીનો નિર્દોષ છૂટકારો

રાજકોટ તા.૨: જસદણના ચકચારી પોકસો-અપહરણના ગુનામાં ત્રણ આરોપીઓનો નિર્દોષ છુટકારો કોર્ટે ફરમાવેલ છે.

આ ચકચારી કેસની વિગત જોઇએ તો ગત તા.૧૭-૮-૨૦૧૬ના રોજ જસદણ પોલીસ સ્ટેશનના આ કેસના ફરિયાદી એ ભોગ બનનાર સગીરાના પિતાએ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ કે પોતાની સગીર પુત્રી ઉ.વ.૧૬ના ઓ જસદણની યાર્ન મિલમાં કામ કરતા હોય તા.૧૨-૮-૧૬ના રોજ ઘરેથી મિલમાં નોકરીના કામે જતી રહેલ ત્યારે પીળા કલરનો ડ્રેસ પહેરેલ હતો. અને સાંજે મિલની ગાડીમાંથી ઊતરેલ નહીં જેથી નોકરીની સ્થળે તપાસ કરતા જાણવા મળેલ કે ભોગબાનનાર રજા લઇે કયાય ચાલી ગયેલ હોય ઘરે પરત ફરેલ ના હતી. પોલિસએ તપાસ કરતાં આજ કારખાનામાં કામ કરતાં રાજકુમાર ગિરિજાશંકર અવસ્થી રહે,- ઉતરપ્રદેશ અતિક મહમ્મદ વલીમહમ્મદ કુંજડા રહે-સહેદાપુર,લાલગંજ,રાયબરેલી યુ.પી., અને શિવનાથ ઉર્ફે સંજય વિસકર્મા રહે-ચિરોલી જિલો ફેદાબાદ, યુ.પી., વાળા પણ ગેરહાજર હોય પોલિસ શંકાના આધારે જસદણ પોલિસ સ્ટેશનમાં ત્રણે આરોપી વિરૂધ્ધ ગુન્હો દાખલ કરવામાં આવેલ અને જસદણ પોલીસે ત્રણેય આરોપીની મહારાષ્ટ્રના પાલમ તાલુકાના શિવની ગામ ખાતે ભોગબાનનાર સાથે રોકાયેલ હોવાની બાતમી મળતા ધરપકડ કરી હતી.

જસદણ પોલીસે તપાસના અંતે આઇપીસીની કલમ ૩૬૩,૩૬૬,૩૭૬(૨) અને પોકસો એકટની કલમ ૪,૬,૧૭ મુજબનું ચાર્જશીટ દાખલ કરેલ.

આ કેસ રાજકોટની સ્પેસિયલ પોકસો કોર્ટમાં ચાલી જતાં આરોપીઓ તરફે રોકાયેલ રાજકોટના વકીલ કુલદીપસિંહ બી જાડેજાએ ફાઇનલ દલીલમાં નામદાર ઉચ્ચ અદાલતોના ચૂકદાઓ અને કાનૂની પ્રાવધાન પ્રમાણે આરોપીઓને નિર્દોષ સાબિત કરતી દલીલોમાં રજૂઆતો કરેલ કે પોલીસે શંકાના આધારે આ કેસના આરોપીઓની ધરપકડ કરેલ છે. આરોપી સામે કોઇ પુરાવાના હોય છોડી મૂકવામાં આવે. આથી રાજકોટની પોકસો કોર્ટએ બંને પક્ષોની દલીલો, હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટના ચુકદાઓ તથા સાક્ષીઓના નિવેદનોને આધારે ત્રણે આરોપીઓ રાજકુમાર ગિરિજાશંકર અવસ્થિ, અતિક મહમંદ વલીમહમ્મદ કુંજડા અને શિવનાથ ઉર્ફે સંજય વિષકર્માને નિર્દોષ જાહેર કરતો હુકમ કરેલ છે.

આ કામે રાજકોટના વકીલો કુલદીપસિંહ બી.જાડેજા, ભરત સોમાંની, શિવરાજસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા વગેરે રોકાયેલ હતા.

(3:40 pm IST)