Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

જુનાગઢ પાસે સાયકલને કાર ચાલકે ઠોકર મારતા જીઆરડી જવાનનું મોત

મૃતક કારખાને કામ કરવા જતા'તા

જુનાગઢ, તા.ર :    જુનાગઢ પાસે સાયકલને કાર ચાલકે ઠોકર મારતા માખીયાળના જીઆરડી જવાનનું મોત નિપજયું હતું.  જુનાગઢ તાલુકાનાં માખીયાળા ગામ રહેતા પટેલ મગનભાઇ ભાણાભાઇ ગોંડલીયા (ઉ.વ.પ૩) નામનાં ગ્રામ રક્ષક દળ જવાનું તા. ૩૧ ની સવારે સાયકલ પર બેસીને કારખાને કામ પર જતા હતા.  ત્યારે માખીયાળા પાટીયા પાસે જીજે ૧૧ એસી-૭૦૦૮ નંબરની કારનાં ચાલકે મગનભાઇને સાયકલ સહિત હરફેટમાં લીધા હતા.  આ અકસ્માતમાં મગનભાઇનુંગંભીર ઇજા થવાની સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.  આ અંગે મૃતકના ભાઇ વલ્લભભાઇ ગોંડલીયાએ ફરીયાદ  કરતા તાલુકા જમાદાર આર. એ. બાબરીયાએ તપાસ હાથ ધરી છે.

(11:16 am IST)