Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

મિત્રો...ચિંતા નહી કરતા... દુશ્મનો કો ઢીંચકયાંઉ... ઢીંચકયાંઉ... કચ્છમાં છબીલ પટેલનો વિડીયો વાયરલ * ભાજપના જ બે આગેવાનોએ પિસ્તોલ બતાવીને આંગળીઓથી નહિ જે સાધન મારા હાથમાં તેનાથી ઢીશુમ થાય તેવો જવાબ આપ્યો

ભુજ :  છબીલ પટેલનો વાયરલ થયેલ વિડીયોનાં ફોટા નજરે પડે છે.

ભુજ, તા., ર : વિધાનસભાની ચૂંટણી બાદ કચ્છ ભાજપના નેતાઓનાં વાયરલ થયેલી વિડીયો કલીપના કારણે રાજકીય વિવાદ શમવાનું નામ નથી લેતો રાજયમંત્રી બનેલા વાસણભાઇ આહીરે પોતાની જીત બાદ ચૂંટણીમાં પક્ષ વિરૂધ્ધ પ્રવૃતિ કરનારાઓનો હિસાબ ચુકતે કરવાની આપેલી ધમકીનો વિડીયોનો વિવાદ હજી માંડ શાંત થયો છે.

ત્યાં હવે અબડાસામાંથી હારેલા ભાજપના વિધાનસભાના ઉમેદવાર છબીલ પટેલનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે. જેણે કચ્છ ભાજપમાં  હલચલ મચાવી દીધી છે.

આ વિડીયો કલીપમાં છબીલ પટેલ એમ કહેતાં નજરે પડે છે કે, ચિંતા નહીં કરતા મિત્રો ચિંતાન નહીં કરતા દુશ્મનો માટે ઢીંચકયાંઉ..., ઢીંચકયાંઉ, ઢીંચકયાંઉ....!!

(જેનો અર્થ કહી શકાય કે રાજકીય દુશ્મનોનો હિસાબ ચુકતે કરવા બંદુક ભરેલી છે. પરિણામો બાદ પોતાની હારથી નારાજ થયેલા છબીલ પટેલ પોતાનાં પરાજયનો દોષનો ટોપલો કચ્છ ભાજપ અને પ્રદેશ કક્ષાનાં નેતા ઉપર ઢોળી ચૂકયા છે.

છબીલ પટેલના સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલા વિડીયો બાદ તેના જવાબમાં ભાજપના જ કચ્છના બે આગેવાનો નરેન્દ્રસિંહ જાડેજા અને અનિરૂધ્ધસિંહ જાડેજાએ છબીલ પટેલને જવાબ આપતો વિડીયો વાયરલ થયો છે.

જેમાં નરેન્દ્રસિંહ જાડેજા અને અનિરૂધ્ધસિંહ જાડેજાએ હાથમાં પિસ્તોલ રાખીને છબીલ પટેલને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો છે કે આંગળીઓથી નહિ પરંતુ જે સાધન (બંધુક) મારા હાથમાં છે તેનાથી ઢીશુમ ઢીસુમ થાય છે અને તેનાથી જ દુશ્મન મરે છે.

(7:22 pm IST)