Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

રાજપૂત ક્ષત્રિય મહિલા સંગઠન

 જામનગર : રાજપુત ક્ષત્રિય મહિલાઓના વિવિદ્ધ મંડળો કાર્યરત છે જ તે સર્વેને એક છત્ર નીચે એક જુટ કરી, વ્યાપ વધારી વધુ સક્રિય કરવાના ઉદેશથી અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાની ગુજરાત પ્રદેશ સમિતિ તરફથી આ સમિતિના પ્રમુખ ગોવુભાઇ ડાડાની અધ્યક્ષતામાં જામનગર સ્થિત રાજપુત સમાજના ભવનમાં એક સભા યોજવામાં આવી હતી. આ સભામાં પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા, જામનગર રાજપુત સેવા સમાજના પ્રમુખ પ્રતાપસિંહ જાડેજા ઉદ્યોગપતિ, સરદારસિંહજી જાડેજા અને મહેન્દ્રસિંહજી જાડેજા, નિવૃત તાલુકા વિકાસ અધિકારી અને આ સંસ્થાના સંરક્ષક પ્રવિણસિંહજી જાડેજા,  આ સંસ્થામાં જામનગર જિલ્લા પ્રમુખ તરીકે સેવા આપતા પ્રવિણસિંહ જાડેજા, ભરતસિંહજી જાડેજા, રાજપુત અગ્રણી, દિગ્વિજયસિંહ જાડેજા, હિતુભાઇ જાડેજા, ઘનશ્યામસિંહ ઝાલા, દિગુભા જાડેજા, હરપાલસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહી માતૃશકિત સંગઠન કાર્યને શુભેચ્છા સાથે પ્રોત્સાહિત કરેલ. આ સભા દરમ્યાન આ સંગઠનની મહિલા પાંખમાં નીચે મુજબ નિયુકિત પત્રો આપવામાં આવ્યા. અ.ભા. ક્ષ.મહાસભા ગુજરાત પ્રદેશ સમિતિ મહિલા પાંખના સદ્રશ્ય પદે નિયુકિત શ્રીમતી હર્ષાબા પ્રવિણસિંહ જાડેજા (કોર્પોરેટર) નયનાબા વિક્રમસિંહ પરમાર અ.ભા.ક્ષ. મહાસભા જામનગર શહેર અને જિલ્લા મહિલા પાંખના પ્રમુખની નિયુકિત શ્રીમતિ પ્રતિક્ષાબા દિગ્વિજયસિંહ જાડેજા જામનગર જિલ્લા પ્રમુખ, શ્રીમતિ ચંદ્રિકાબા હિતેન્દ્રસિંહ રાણા, જામનગર શહેર પ્રમુખ અ.ભા.ક્ષ.મહાસભા શહેર પાંખના સંરક્ષક પદે નિયુકિત (૧) શ્રીમતિ આનંદબા મહેન્દ્રસિંહજી જાડેજા (૨) શ્રીમતિ વર્ષાબા ચંદ્રવિજયસિંહ રાણા.

(12:39 pm IST)