Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ભાવનગર નજીકના કરદેજ ગામના રાજુ હાડાની હત્યા : પત્નીની સહેલી સાથે પ્રેમ સંબંધમાં મોત મળ્યું

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૧ : ભાવનગરના વરતેજ પાસેના કરદેજ ગામે રહેતા રાજુભાઇ ભીખાભાઇ હાડા ( ઉ.વ .૪૦ ) કરદેજ ગામે પાન - બીડી અને ઠંડા પીણાની દુકાન ધરાવતા હતા . તેમના લગ્ન ભેટાસી ગામે જયોત્સનાબેન સાથે થયા હતા. તેમના સસરા નટુભાઇને લકવાની અસર થયેલ હોય તેઓને ખબર કાઢવા માટે રાજુભાઇ ગત ૨૯/૧૦ ના રોજ બાઇક પર નીકળ્યા હતા. અને તા .૧ / ૧૧ ના રોજ કરદેજ ગામે પરત જવા નીકળ્યા હતા. પરંતુ તેઓ ઘરે પહોંચેલ નહી.દરમ્યાન ગત તા. ૬ / ૧૧ના રોજ રાજુભાઇનો મૃતદેહ વીરમગામ માલવણ રોડ પર આવેલા કાબરા નાળા બાજુમાં આવેલ નર્મદા કેનાલની કુંડીમાંથી કોહવાયેલી હાલતમાં મળી આવેલ.

મૃતકને સાસરી ભેટાસી ગામે પત્નિની સહેલી મીનાબેન ઉર્ફે મઠી નામની ભરવાડ યુવતી સાથે પ્રેમ સંબંધ થયેલ. દરમ્યાન તેઓ ભેટાસી ગયેલ તે વખતે મીનાબેનના સંબંધીઓ સાથે બોલાચાલી થયેલ. અને બાદમાં મીનાબેનના લગ્ન સુરત ખાતે દરોદ ગામના મેલડી માતાના ભુવાજી હેલા વેલાભાઇ ભરવાડ સાથે કરેલ. તેમના માણસો એ રાજુભાઇનું અજ્ઞાત સ્થળે લઇ જઇ મોત નીપજાવ્યાની મૃતકના ભાઇ અર્જુનભાઇ ઉર્ફે અરજણભાઇ ભીખાભાઇ હાડાએ શંકા વ્યકત કરી હતી.

જે આધારે અમદાવાદ એલસીબી ટીમે તણપાસ હાથ ધરતા અને મોબાઇલ્સ કોલ ડીટેઇલ મેળવતા શેલાના મોબાઇલની હાજરી ધોળી - વટામણ ચોકડી સુધિ મરનારના મોબાઇલ આધારે નકકી થયેલ.જે આધારે પોલીસે આરોપીઓ શેલા વેલાભાઇ ભુરાભાઇ ભરવાડ, ભરત ઉર્ફે ભકા ગંભુભાઇ ભુરાભાઇ ભરવાડ, દોલા કાળુભાઇ ભરવાડ, મહેશ ઉર્ફે મેલો દેવકરણ ભરવાડ, રમેશ ખુમાણજી મારવાડી અને પ્રતીક પદમા મનજાયા શેટ્ટીના નામ ખુલ્યા હતા . અને તેઓએ મળી કરદેજના યુવાનની હત્યા કર્યાનું ખુલવા પામ્યુ હતું.આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(10:54 am IST)