Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

ગીર-સોમનાથ: ભુવાવડ ગામની સિમમાં જાળીમાં ફસાયો અજગર :ભારે જહેમત બાદ કરાયું રેસ્ક્યુ

 

ગીર-સોમનાથના ભુવાવડ  ગામની સીમમાં કોઈએ અજાણતાં પ્લાસ્ટિકની જાળીને ફેંકી દીધી હશે પરંતુ એની બેદરકારીનો ભોગ એક અજગર બની ગયો હતો અને જાળીમાં ફસાઈ ગયો હતો જોકે વન વિભાગની ટીમે તેને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યો હતો

 મળતી માહિતી મુજબ  ભુવાવડ ગામની સિમમાં આવેલી એક જાળીમાં અજગર ફસાઇ ગયો હતો. જેની જાણ થતાં એક જાગૃત નાગરિકે વનવિભાગની ટીમને જાણ કરતા વન વિભાગની ટીમ  ઘટના સ્થળે આવી પહોંચી હતી અને અજગર જીવતો બહાર કાઢવાનું રેસ્ક્યુ હાથ ધર્યુ હતું.

ભારે જહેમત બાદ વનવિભાગની ટીમે જાળીને છરીથી કાપી નાંખી હતી અને અજગર જાળીમાંથી જીવતો બહાર કાઢ્યો હતો.વનવિભાગની ટીમે અજગરની શારિણિક તપાસ કર્યા બાદ ફરીથી તેને જંગલમાં મૂકી દેવાની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:28 am IST)