Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

સુરેન્‍દ્રનગર-જીલ્લામાં ૭ સ્‍થળોએ દરોડાઃ પીસ્‍તોલ,તમંચા,કાર્ટીસ સહિતના ગેરકાયદેસરના હથિયારો જપ્તઃ હથિયારના નેટવર્કનો પર્દાફાશની શક્‍યતા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૧: નાયબ પોલીસ મહા નિરીક્ષક ડી.એન.પટેલ, રાજકોટ રેન્‍જ તથા સુરેન્‍દ્રનગર જીલ્લા પોલીસવડા દિપકકુમાર મેઘાણીની સુચનાથી પોલીસ ટીમે જુદી-જુદી જગ્‍યાએથી હથિયારો જપ્‍ત કરી ને સમગ્ર વિસ્‍તારમાં ચાલતા હથિયારના નેટવર્ક બાબતે ગુપ્ત રાહે તપાસ ચાલુ કરી છે અને પોલીસને મોટી સફળતા મળવાની શક્‍યતા છે.

ના.પો.અધિક્ષક સુરેન્‍દ્રનગર ડીવીઝનના શ્રી એ.બી.વાટલીયા તથા લોકલ ક્રાઇમ સુરેન્‍દ્રનગરના પોલીસ ઇન્‍સ. એન.કે.વ્‍યાસ એલ.સી.બી. સ્‍ટાફના એ.એસ.આઇ. બી.એન.મકવાણા તથા એ.એસ.આઇ બાલજીભાઇ તથા હેડકોન્‍સ્‍ટ.કીશોરભાઇ ઘેલાભાઇ તથા હેડ કોન્‍સ.ધર્મેન્‍દ્રસિંહ બહાદુરસિંહ તથા હેડ કોન્‍સ. નિકુલસિંહ ભુપતસિંહ તથા હેડ કોન્‍સ.  પ્રવિણભાઇ તથા હેડ કોન્‍સ. રવિભાઇ રાણાભાઇ તથા પો.કોન્‍સ. વિજયસિંહ દિપસિંહ તથા પો.કોન્‍સ. યુવરાજસિંહ ચાપભા તથા પો.કોન્‍સ. જે.જે.પરમાર તથા પો.કોન્‍સ. ચમનલાલ તથા  પો.કોન્‍સ. કીશનભાઇ તથા પો.કોન્‍સ, હિતેષભાઇ તથા પો.કોન્‍સ. દિલીપભાઇ તથા પો.કોન્‍સ રાજભા તથા ના.પો.અધિ.સા. સુરેન્‍દ્રનગર ડીવી.ના સ્‍ટાફના એ.એસ.આઇ. અયુબભાઇ આદમભાઇ તથા પો.કોન્‍સ. બળવંતસિંહ મનુભાઇ તથા પો.કોન્‍સ મહેન્‍દ્રસિંહ સામંતસિંહ તથા પેરોલ ફર્લો સ્‍કવોડ પી.એસ.આઇ. આર.ડી.ગોહીલ તથા વિગેરે સ્‍ટાફના માણસો પૈકી હેડ કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ બહ્મદુરસિંહ વાળાને મળેલ બાતમી હકીકત આધારે સુરેન્‍દ્રનગર જીલ્લામાં અલગ અલગ જગ્‍યાઓથી દરોડા પાડવામાં આવ્‍યા હતા. પોલીસે વઢવાણના રાજેન્‍દ્રસિંહ ઉર્ફે બાબુ ઉદેસંગ ચૌહાણ (કારડીયા રજપુત), હુસેન અબ્‍દુલભાઇ કુરેશી (રહે.પુથગઢ, તા-ધ્રાંગધ્રા) પાટડીના માલવણના જાવેદખાન હુસેનખાન જતમલેક મયુરખાન મમદખાન મલેક (રહે.ગેઝરી, તા.પાટડી), રતનપરના આસીફ જુસબ મોવર ભવાન ઉર્ફે કાનો, મનહસુખભાઇ બાવળીયા (રહે.વઢવાણ) લખતરના ઇદ્રોળીના અલેમખાન નસીબખાન મલેક, સમીરખાન અશરફખાન મલેક, અને જુની મોચીવાડ ધ્રાંગધ્રાના ફીરોઝ જુમાભાઇ સંધીની ૮ પીસ્‍તોલ,૭ દેશી તમંચા, ૩ ર્કાટિસ, સહિત કુલ ૧૫ હથિયાર,  સ્‍વીફટ ગાડી, પ મોબાઇલ સહિત રૂા.૬.૩૬,૩૦૦ મુદ્દામાલ જપ્ત કરેલ છે.

(11:03 pm IST)